Western Times News

Gujarati News

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ફોર્મ ભરતાં PM મોદીએ શું ટોણો માર્યો

(એજન્સી)બર્ધમાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુર અને કૃષ્ણનગરમાં સભા યોજી હતી. મોદીએ તેમના ભાષણની શરૂઆત જય મા દુર્ગા, જય મા કાલી અને હર હર મહાદેવના નારા સાથે કરી હતી. What did PM Modi taunt when Rahul Gandhi filled the form from Rae Bareli?

૩૯ મિનિટના ભાષણમાં મોદીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર, સંદેશ ખાલી, રામમંદિર, રામનવમી, વોટ-જેહાદ, કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવા બાબતે વાત કરી હતી.

તેમણે કહ્યું- ્‌સ્ઝ્રના એક ધારાસભ્ય કહે છે કે હિન્દુઓને ભાગીરથીમાં ફેંકી દેવાશે. તેઓ કઈ ભાષા બોલે છે? બંગાળ સરકારે અહીંના હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવ્યા છે. સંદેશખાલીમાં દલિત બહેનો પર અત્યાચાર થઈ રહ્યો છે અને અહીંની સરકાર આરોપીઓને બચાવવામાં વ્યસ્ત છે. એ પણ માત્ર એટલા માટે કે તેનું નામ શાહજહાં શેખ છે.

મોદીએ આગળ કહ્યું, બે તબક્કાનાં મતદાન બાદ વિપક્ષ મોદી વિરુદ્ધ વોટ-જેહાદ કરી રહ્યો છે. દેશના લોકો જેહાદનો અર્થ સારી રીતે સમજે છે.
વડાપ્રધાને રાહુલ પર કહ્યું- શેહઝાદાને વાયનાડથી હારી જવાનો ડર છે, તેથી અમેઠીથી ભાગીને રાયબરેલી પહોંચ્યા. તેઓ બધાને કહે છે – ડરશો નહીં. હું તેમને કહું છું- ડરશો નહીં… ભાગો નહીં.

મોદીએ કહ્યું- દેશ અને તમે બધાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે. કદાચ કોઈ વ્યક્તિ તેના જીવનમાં કલ્પના પણ ન કરી શકે કે ભગવાનના રૂપમાં લોકો આટલા બધા આશીર્વાદ વરસાવે અને અવિરત વરસે તથા આ આશીર્વાદ વર્ષોવર્ષ વધતા જાય છે. જીવનમાં આનાથી મોટો સંતોષ કયો હોય?

તેમણે કહ્યું, તમે એ પણ જાણો છો કે જો પદ અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો એક વખત કોઈ વ્યક્તિ ઁસ્ના શપથ લે છે, તો તે ચોક્કસપણે તેના જીવનમાં ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને તેનું નામ ઈતિહાસમાં નોંધાઈ જાય છે. લોકોને લાગે છે કે મોદીજી બે વખત પીએમ રહી ચૂક્યા છે અને દુનિયામાં એટલા પ્રખ્યાત થઈ ગયા છે. અરે, થોડો સમય આરામ કરો. હું મોજ- મજા કરવા માટે જન્મ્યો નથી. હું ૧૪૦ કરોડ દેશવાસીઓની સેવા કરવા નીકળ્યો છું.

મોદીએ આગળ કહ્યું- મેં ગઈકાલે ટીવી પર જોયું કે ટીએમસીના ધારાસભ્ય કહી રહ્યા હતા કે ભાગીરથીમાં ૨ કલાકમાં હિન્દુઓ વહી જશે. આ કઈ ભાષા છે? બંગાળની ટીએમસી સરકારે હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવ્યા છે. આ કેવા લોકો છે, જેને જય શ્રીરામના નારા સામે પણ વાંધો છે? તેમને રામમંદિરના નિર્માણ સામે વાંધો છે, રામનવમીની શોભાયાત્રા સામે વાંધો છે.

તેમણે કહ્યું- આ વખતે કોંગ્રેસ પહેલાં કરતાં ઓછી સીટો પર જવાની છે. હવે દેશ પણ સમજી રહ્યો છે કે આ લોકો ચૂંટણી જીતવા માટે નથી લડી રહ્યા, તેઓ માત્ર ચૂંટણી મેદાનનો ઉપયોગ દેશના ભાગલા પાડવા માટે કરી રહ્યા છે.

મોદીએ છેલ્લે કહ્યું- મેં પહેલા જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શેહઝાદા પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક પસંદ કરવી પડી છે. આ લોકો ફરી ફરીને દરેકને કહે છે – ડરશો નહીં! હું પણ તેમને એ જ કહીશ – ડરશો નહીં! ભાગો નહિ!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.