Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં મતદાન મથકે ફરજ બજાવનાર સ્ટાફનું ફાઈનલ રેન્ડમાઇઝેશન કરાયું

૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ. સતીષકુમારની ઉપસ્થિતિમાં કરાયું

રાજપીપલા,રવિવાર:- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ. સતીષકુમાર(આઈ.એ.એસ.)ની ઉપસ્થિતિમાં અને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની હાજરીમાં ચૂંટણી ફરજમાં જોતરાયેલા પોલિંગ સ્ટાફનું ફાઇનલ (થર્ડ) રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ અધિકારી, પ્રથમ મતદાન અધિકારી, મહિલા મતદાન અધિકારીનો સમાવેશ થાય છે.

તા.૦૫/૦૫/૨૦૨૪ ના રવિવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પોલિંગ સ્ટાફનું ત્રીજુ અને ફાઇનલ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મા નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તાર અને ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો ઉપર ફરજ બજાવવા અર્થે નિમણુંક કરવાના સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન કરાયું હતું.

સ્ટાફ થર્ડ રેન્ડમાઇઝેશન થતાં જે-તે કર્મચારીને મતદાન મથક ઉપર ફરજ બજાવવા માટેનો વિધાનસભા વિસ્તાર નક્કી થઈ ગયો છે. અને તેઓ હુકમ પ્રમાણેના ઓર્ડર મુજબ ફરજ બજાવશે.

આ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને MCCના જિલ્લા નોડલશ્રી અંકિત પન્નુ,  પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નાયબ કલેકટર તાલીમી સર્વશ્રી પ્રતિભા દહિયા અને મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મૌલિક દોંગા, મદદનીશ ચૂંટણી અધિકારી ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર

અને પ્રાંત અધિકારીશ્રી રાજપીપલાના ડૉ. કિશનદાન ગઢવી, મદદનીશ ચૂંટણી અધિકારી ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી દેડીયાપાડાના શ્રી ધવલ સંગાડા, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, NIC ના DIO શ્રીમતી ફોરમ ઝવેરીન સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.