Western Times News

Gujarati News

ATMમાં જઈ રેફરન્સ નંબર નાંખી રૂપિયા ઉઠાવવાની ગઠીયાઓની નવી તરકીબ

પ્રતિકાત્મક

ITના નિવૃત્ત કમિશનર સાથે પર્સનલ પેન્શન ઓર્ડર રિન્યુના નામે 10.20 લાખની ઠગાઈ

ગઠિયાએ દિલ્હીના પેન્શન ઓફિસર મિ.તિવારી તરીકેની ઓળખ આપીને ૧૦.ર૦ લાખની છેતરપિંડી આચરી

અમદાવાદ, ઈન્કમટેક્ષના નિવૃત્ત પ્રિÂન્સપાલ કમિશનરને દિલ્હીથી પેન્શન ઓફિસર બોલતો હોવાનો ફોન કરીને શખ્સે પર્સનલ પેન્શન ઓર્ડર રિન્યુ કરવાનું કહીને કેટલીક પ્રોસેસ કરાવી હતી. બેંકની એપ્લિકશન અપડેટ કરાવીને ફરિયાદીને એટીએમ મશીનમાં મોકલીને ત્રણ વખત રેફરનસ નંબર નંખાવ્યો હતો.

ત્યારબાદ અધિકારીના એકાઉન્ટમાંથી રૂ.૧૦.ર૦ લાખ કપાઈ ગયા હતા જેથી આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આંબાવાડીમાં રહેતા ૬૭ વર્ષીય રમેશકુમાર રામરાજ અમદાવાદ ઈન્કમટેક્ષ ઓફિસમાં પ્રિÂન્સપલ કમિશનર હતા અને વર્ષ ર૦૧૬માં નિવ્ત્ત થયા હતા. ગત તા.૧પમી એપ્રિલે રમેશકુમાર ઘરે હતા તે સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિલ્હીના પેન્શન ઓફિસર મિસ્ટર તિવારી તરીકેની આપી હતી. રમેશકુમારે તેની સાથે વાત કરી ત્યારે શખ્સે જણાવ્યું હતું કે, તમારો પર્સનલ પેન્શન ઓર્ડર રિન્યુ કરવો પડશે નહીં તો એપ્રિલ મહિનાનું પેન્શન નહીં આવે.

ત્યારબાદ ગઠિયાએ મોબાઈલમાં રહેલી એસબીઆઈ યોનો એપ્લિકેશન (SBI Yono App) ઓપન કરાવીને પર્સનલ પેન્શન ઓર્ડર રિન્યુ કરવાનું કહીને અપડેટ માટે એટીએમમાં જવાનું કહ્યું હતું. જેથી રમેશકુમાર આ શખ્સના જણાવ્યા પ્રમાણે એટીએમમાં ગયા જ્યાં સર્વિસીસના ઓપ્શનમાં જઈને ત્રણ વખત રેફરન્સ નંબર નંખાવ્યો હતો. બાદમાં ગઠિયાએ તમારે ઈ-મેઈલથી પર્સનલ પેન્શન ઓર્ડર રિન્યુ થયાનો મેસેજ આવશે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ શખ્સે રમેશકુમારની પત્નીના બેંક એકાઉન્ટ બાબતે પૂછપરછ કરતાં તેમને શંકા જતાં તેમણે ફોન કાપીને બેંકમાં ફોન કર્યો હતો ત્યારે બેંક એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્જેકશન થઈને કુલ રૂ.૧૦.ર૦ લાખ કપાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયો હોવાની જાણ થતાં રમેશભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.