Western Times News

Gujarati News

વાલિયાના કેસર ગામમાં ચૂંટણી બહિષ્કારને લઈને મતદારો અળગા રહ્યા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ લોકસભા બેઠકમાં ઝઘડીયા વિધાનસભામાં આવતા વાલિયા તાલુકાના કેસર ગામમાં સાંજ સુધીમાં એકપણ મત પડ્‌યો ન હતો.ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ઈટકલા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ આ ગામમાં બંને ગામો વચ્ચે કીમ નદી ઉપર પુલ નહિ હોવાથી ચોમાસાના ચાર મહિનામાં ઈટકલા અને ડહેલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.જેને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહિ થતા

આજરોજ વિધાનસભાની ચૂંટણી બાદ ૭મી મેના રોજ લોકસભાની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં સુધી પુલ નહી ત્યાં સુધી વોટ નહી તેવી ચીમકી ઉચ્ચારી છે.ચારથી વધુ ચૂંટણીઓ બાદ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.ગામમાં ૩૫૨ મતદારો છે.જેમાં ૧૭૫ મહિલાઓ અને ૧૭૭ પુરુષ મતદારો નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.