Western Times News

Gujarati News

સામ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું

સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસે ખુદને અલગ રાખી હતીઃ કોંગ્રેસે કહ્યું હતું કે તે તેમનું અંગત નિવેદન છે

નવી દિલ્હી,  આ અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે માહિતી આપી છે. જણાવી દઈએ કે, સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ ભારતના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકો અંગે વિવાદિત રીતે સરખામણી કરી હતી. જોકે, સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસે ખુદને અલગ રાખી હતી.

કોંગ્રેસે કહ્યું હતું કે તે તેમનું અંગત નિવેદન છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, ‘સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમના રાજીનામાંનો સ્વીકાર કરી લીધો છે.’

સામ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે ‘આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.’

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પાર્ટીના અધ્યક્ષે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.’ પરંતુ તેણે દેશને મેસેજ આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને લઈને નવો વિવાદ ઉભો થયો છે.

સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ‘સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં ભારતની વિવિધતા દર્શાવવા માટે કરવામાં આવેલી સરખામણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.