Western Times News

Gujarati News

કોંગ્રેસના ગેનીબેને અંબાજી મંદિરમાં દર્શન કરી મતદારોનો આભાર માન્યો

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનુ મતદાન સુખ સંપન્ન રીતે પૂર્ણ થયું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ હાશકારો અનુભવ્યો છે અને છેલ્લા કેટલાય મહિનાઓથી સતત રેલી પ્રચાર થી તેમને હવે શાંતિ મળે છે તમામ ઉમેદવારનું ભાવી ઇવીએમમાં કેદ થઈ ગયું છે

ત્યારે સમગ્ર ગુજરાતમાં જો કોઈ હોટ સીટ હોય તો તે બનાસકાંઠા સીટ તરીકે જોવા મળી હતી. આ સીટ ઉપરથી બે મહિલા ઉમેદવારો ચૂંટણી લડતી હતી અને ચૂંટણી પ્રચાર દરમિયાન આક્ષેપ પ્રતિ આક્ષેપો સહિત એકબીજા પર નિવેદનો પણ અપાયા હતા ત્યારે આજે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં બનાસની બેન ગેનીબેન અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને સાંજે આરતીમાં ભાગ લીધો હતો.

બનાસકાંઠા જીલ્લાના વાવ સીટના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભા સીટના કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર અને ઘેર ઘેર જાણીતા થયેલા બનાસની બેન ગેનીબેન જે દિવસે ટિકિટ જાહેર થઈ ત્યારે સાંજે અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં ભાગ લેવા આવ્યા હતા અને ત્યારબાદ સતત બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ચૂંટણી સભા,બેઠક યોજી હતી,

સમગ્ર ગુજરાતમાં કોઈ ધ્યાન ખેંચનારી સીટ હોય તે બનાસકાંઠા સીટ હતી અને બનાસકાંઠા સીટમાં ગેનીબેન અને રેખાબેન પ્રચાર કરતાં જોવા મળ્યા હતા.આજે છેલ્લાં દીવસે ગેનીબેન ઠાકોરે ધરેડા ખાતે આવીને નકલી નંબર પ્લેટ લગાવી ભાજપ તરફી વોટ કરાવતા વ્યક્તિને પકડ્‌યા બાદ આક્ષેપ એને પ્રતિ આક્ષેપો શરુ થયા હતા અને ત્યારબાદ મતદાન પૂર્ણ થતાં ગેનીબેન ઠાકોર અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા.

અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિ વિનાયક મંદિર, ભૈરવજી મંદીર, અંબીકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા તેમને ચુંદડી આપીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.