Western Times News

Gujarati News

મુંબઈના બોરીવલીમાં ઝેરોક્ષની દુકાનમાં ચાલતા રાજકીય પક્ષે ચૂંટણીના નામે 56 કરોડ બનાવ્યા

રાજકીય પક્ષ બનાવી કાળા નાણાંનો ગોરખધંધો-ભેજાબાજોએ સરદાર સાહેબને પણ ન છોડયાઃ નામ વટાવી પ૬ કરોડ મેળવ્યા

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નામના રાજકીય પક્ષ વિશે કોઈને ખબર નથી પરંતુ આવી એક પાર્ટી છે જેણે ત્રણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છેઃ મુંબઈના બોરીવલી વિસ્તારમાં ઝેરોક્ષની નાનકડી દુકાનમાંથી આ પાર્ટી ઓપરેટ થાય છે અને કરોડોનું ફંડ મેળવે છે

આઈટી વિભાગે દરોડા પાડયા પછી તેની સામે તપાસ ચાલે છેઃ આ પાર્ટીના સભ્યોના ઘરમાં પણ કોઈને કંઈ ખબર નથી Mumbai’s small political party (Sardar Vallabhbhai Patel Party) probed by Income Tax

(એજન્સી)મુંબઈ, સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની આઝાદીના યોદ્ધાઓમાં નામ સૌથી આદરણીય નેતાઓમાં એક ગણવામાં આવે છે. ભારતના અને ખાસ કરીને ગુજરાતના લોકો સરદાર પટેલ સાથે એક ઈમોશનથી જોડાયેલા છે. ત્યારે કેટલાક લેભાગુ રાજકારણીઓ તેમના નામનો દુરુપયોગ કરીને ખુબ નાણાં બનાવી રહયા છે. ભારતમાં સેકડો રાજકીયપક્ષો રજીસ્ટાર થયા છે.

સેકડો રાજકીય પક્ષો રજીસ્ટર થયા છે. જેમાંથી એક પક્ષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે પણ છે. ઈન્કમટેક્ષ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે આ પક્ષે બે વર્ષ અગાઉ પ૬ કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું હતું. નવાઈની વાત એ છે કે ભારતના લોકોને પણ ખબર નથી કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નામનો કોઈ રાજકીય પક્ષ છે.

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એટલે કે એસવીપીની કોઈ સક્રિય હાજરી નથી. આમ છતાં વર્ષ ર૦રરમાં આ પક્ષને પ૬ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. તે સમયયે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા આ પાર્ટીની ઓફીસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ચુંટણીપંચને સોપવામાં આવેલા એક રીપોર્ટમાં આમ જણાવાયું છે.

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના નામે કેટલો મોટો ગોટાળો ચાલતો હશે તે વાતને અંદાજ સાફ મળી જાયય છે. આ પાર્ટીની ત્રણ ઉમેદવારોએ જ એફીડેવીટ સોપી તેમાં તેમની આવક શૂન્ય એટલે કે નિલ બતાવી છે. તેમની પાસે કોઈ વાહન નથી. એટલું જ નહી. ત્રણમાંથી બે ઉમેદવારોએ કહયું કે તેમની પાસે પોતાનું મકાન પણ નથી.
ભારતમાં ઘણા લોકો રાજકારણને સેવા નહી પણ નાણાં કમાવા માટેનું સાધન બનાવી લે છે. તેના આ નમુનો છે.

અહી જ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની વાત થઈ રહી છે. તેના ઉમેદવારો મુંબઈમાં ચુંટણી લડી રહયા છે. અઅને આ એક રજીસ્ટર્ડ પરંતુ માન્યતા વગરને રાજકીય પાર્ટી છે. ભારતમાં આવી શંકાસ્પદ રાજકીયય પાર્ટીઓની મોટી ફોજ બની ગઈ છે. અને ઈન્કમટેક્ષ વિભાગે લગભગ ર૦૦ રાજકીય પક્ષોની તપાસ કરી હતી.

આમાંથી ઘણી પાર્ટીઓમાં પોતાના કલાયયન્ટ પાસેથી ચેક દ્વારા અથવા બેન્કીગ ટ્રાન્ઝેકશનથી ડોનેશન મેળવ્યા અને પછી તેમાંથી કમીશન કાપીને પોતાના કલાયન્ટને રોકડ કમીશન કાપીને પોતાના કલાયન્ટને રોકડમાં રૂપિયયા આપ્યયા હતા. એટલે કે બ્લબેક મની વ્હાઈટ કરવાનો ગોરખધંધો ચલાવવામાં આવતો હતો. ઈન્કમટેક્ષ વિભાગ તેમની સામે ટેક્ષ ચોરીના કેસની તપાસ કરે છે.

સરદાર વલ્લભભાઈ પટેલે પાર્ટી કયયાંય કોઈ કામગીરી કરતી હોય તેવું દેખાતું ન હતું છતાં પ૬ કરોડની રકમ તેને ડોનેશ તરીકે મળી હતી. ર૦રરમાં આઈટીએ દરોડા પાડયા હતા. ત્યારે આ હકીકત બહાર આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પાર્ટીની વધુ વાત કરીએ તો તે બોરીવલી ઈસ્ટની વધુ વાત કરીએ બોરીવલી ઈસ્ટની એક સાંકડી ચાલીમાં એક ઝેરોક્ષની દુકાનમાંથી ઓપરેટ થતી હતી. અથવા ઓપરેટ થાય છે.

પાર્ટીએ ચુંટણી પંચને જણાવ્યું કે તેને પપ.પ કરોડ રૂપિયાયનું ડોનેશન મળ્યું હતુ. જેમાંથી ૧૦ કરોડ રૂપિયા તેણે બાળકોના એજયુકેશન પાછળ ખર્ચ કર્યા છે. પાંચ કરોડના ખર્ચે ફૂડ પાછળ થયો હતો. ૧૬ કરોડનો ખર્ચ શીયાળામાં ગરમ કપડા ખરીદવા થયો અને ૧૧ કરોડ રૂપિયા ગરીબોને દાનમાં આપ્યા હતા. આ તમામ આંકડામાં ગરબડ છે.

એક જાણીતા અખબારના પત્રકારે  આ પાર્ટીના એક ઉમેદવાર કમલેશ વ્યાસની મુલાકાત લીધી જે બોરીવલી હાઉસીગ સોસાયટીમાં રહે છે. ૬૦ વર્ષીય કમલેશ વ્યાસ ઘરે ન હતા અને તેમની પત્નીને પણ ખબર ન હતી. કે તેના પતી મુંબઈ નોર્થની બેઠક પરથી ચુંટણી લડે છે. આ સોસાયટીના કોઈપણ રહેવાસીને પણ ખબર ન હતી કે તેમને ત્યાં કોઈ લોકસભાની ચુંટણી લડી રહયું છે.

પત્રકારે કમલેશને ફોન કર્યો તો તેણે કહયું કે ઈન્કમટેક્ષના વિષય પર બોલવા માટે તો તે એકસપર્ટ નથી. પરંતુ પછી સામેથી કોલ કરીને બધી ચર્ચા કરીશ. ત્યાર પછી કમલેશને કયારેય ફોન ન આવ્યો.

કમલેશ વ્યાસની જેમ ૩૮ વર્ષના મહેશ સાવંત પણ મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવાર છે. જયારે મુંબઈ નોર્થ ઈસ્ટમાં ૪પ વર્ષના ભવાની છે. ચૌધરી આ પાર્ટી વતી ચુંટણી લડી રહયા છે. આ પાર્ટી એક ઝેરોક્ષની દુકાનમાંથી ચાલે છે. અને તેના સ્થાપક દશરથ પરીખ એક ગુજરાતી છે. તેણે ચોખ્ખી વાત કરી કે તમામ રાજકીય પક્ષો ડોનેશનમાં ગોટાળા કરતા જ હોય છે. તેણે કહયું કે ગુજરાતમાં અમારા ચાર કોર્પોરેટર છે.

અને અમે અમારો વોટશેર વધારવા કોશીશ કરીએ છીએ જેથી અમને રીઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ હેઠળ માન્યતા મળે અને અમે પણ ઈલેકટોરોલ બોન્ડ દ્વારા ફંડ મેળવી શકીએ. પોતાની પાર્ટી સામેના ઈન્કમટેક્ષના કેસનું શું થયું તેવા સવાલ કરવામાં આવતા દશરથ પરીખ કહે છે કે, આઈટીના કેસ હજુ પેન્ડીગ છે. તેમણે વધુ વિગતો આપવાની ના પાડી હતી.

તે કહે છેકે અમને મળતું ફંડ ટ્રાવેલીગમાં ઝંડા ખરીદવામાં પોસ્ટરો છપાવવામાં અને બીજા ચુંટણીને લગતી કામગીરીમાં ખર્ચાઈ જાય છે. ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓનું કહેવું છેકે આવી મોટા ભાગની પાર્ટીઓ વાસ્તવમાં હવાલા નેટવર્ક ચલાવતી હોયય છે. ટેક્ષ ચોરી માટે આ બધો ધંધો થાય છે. તેઓ હવાલા ઓપરેટરના કલાયન્ટ પાસેથી રૂપિયા મેળવે છે.

અને ૦.૦૧ ટકા કમીશન કાપીને રોકડમાં રૂપિયા પાછા આપે છે. એટલે કે ટેક્ષ બચાવવા માટે રાજકીય પાર્ટીનો ઉપયોગ થાય છે. રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ હેઠળ ડોનેટ કરવામાં આવેલી રકમ ૧૦૦ ટકા ટેક્ષ ડીડકશનને પાત્ર છે. તેથી ચુંટણી જેવી લોકશાહી પ્રક્રિયાના નામે આવા ધંધા તેમને માફક આવી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.