Western Times News

Gujarati News

અંબાજીના સફેદ માર્બલને કેન્દ્ર સરકાર તરફથી મળ્યું GI ટેગ

અંબાજીના માર્બલ ભારતમાં અન્ય માર્બલની સરખામણીએ વધારે મજબૂત

અમદાવાદ, પ્રાચિન સમયથી ધાર્મિક સ્થાનોના બાંધકામ માટે પ્રખ્યાત બનેલા અને હાલ રહેણાંક મકાનોના બાંધકામમાં વપરાતા અંબાજીના સફેદ માર્બલ (આરસપહાણ)ના પથ્થરોને કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્ક (સીજીપીડીટીએમ)ની ઓફિસ તરફથી જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (જીઆઈ)નું ટેગ આપવામાં આવ્યું છે.

The Ambaji White Marble (AWM), prized for its exceptional quality and centuries-old tradition in religious and architectural marvels, has been bestowed with the coveted Geographical Indication (GI) tag by the Office of the Controller General of Patents, Designs and TradeMarks (CGPDTM).
બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકા સ્થિત ખાણોમાંથી મધ્યકાલિન સમયથી ખનન કરીને ખોદી કઢાતા સફેદ માર્બલના પથ્થરો સમગ્ર દેશમાં ખુબ પ્રખ્યાત બનેલા છે. અંબાજીના વ્હાઈટ માર્બલની કુદરતી ગુણવત્તાનું તેની એકરૂપતા અને પથ્થરોના પાતળા થર કસોકસ, ફીટ અને મજબૂત રીતે બાંધણી ધરાવે છે તેના આધારે મૂલ્યાંકન થાય છે જે તેની ગુણવત્તા અને વર્ગીકરણ માટે એક નિશ્ચિત માપદંડ નકકી કરે છે.

અંબાજીના વ્હાઈટ માર્બલ અલબત્ત સંપૂર્ણપણે પારદર્શક નથી તેમ છતાં તેમાંથી સૂર્યપ્રકાશ પસાર થઈ શકે છે, તેને ઉજળા અને ચકચકિત બનાવવા પોલીશ કરી શકાય છે અને ભારતમાં મળી આવતા અન્ય માર્બલની તુલનાએ વધુ મજબૂત છે તેની આ ખાસિયતો અને ગુણવત્તાના કારણે જ પ્રાચિન સમયથી અંબાજીના સફેદ આરસપહાણના પથ્થરો મંદિરોના બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે એમ જીઆઈ એક્ષપર્ટ અનિલ પાંડેએ કહ્યું હતું.

દેશમાં આવેલા સંખ્યાબંધ જૈન દેરાસરોમાં સફેદ માર્બલમાં અદભુત અને સુંદર કોતરણીકામ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે અંબાજી તેના વ્હાઈટ માર્બલના કારણે સમગ્ર દેશભરમાં વિખ્યાત બન્યું છે, કેમ કે અહીના વ્હાઈટ માર્બલમાં ૯પ.૮૦ ટકાથી માંડીને ૯૬.૩૦ ટકા સુધીની સફેદી જોવા મળે છે એમ પાંડેએ ઉમેર્યું હતું. અંબાજીમાં મળી આવતા વ્હાઈટ માર્બલમાં સિલિકોન ઓકસાઈડ,

કેÂલ્શયમ ઓકસાઈડ, મેગ્નેશિયમ ઓકસાઈડ, આયર્ન ઓકસાઈડ, એલ્યુમિનિયમ ઓકસાઈડ અને મુખ્યત્વે કેÂલ્શયમ ઓકસાઈડ જેવા તત્વો રહેલા છે. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિઝના ઈન્ટેલેકચ્યુલ પ્રોપર્ટી ફેસીલીટેશન સેન્ટરની મદદથી અંબાજીના વ્હાઈટ માર્બલને જીઆઈનું ટેગ મળી શકયું છે. જીઆઈ ટેગ મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઈÂન્સ્ટટયૂટ, ગુજરાત સરકારનો જિયોલોજી, માઈનીંગ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ વિભાગ તથા બનાસકાંઠા જિલ્લાની કલેકટર કચેરીએ પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામમંદિરના બાંધકામ સાથે નજીકથી સંકળાયેલા સુત્રોએ કહ્યું હતું કે અંબાજીના વ્હાઈટ માર્બલની ખુબીઓ અને વિશેષ ખાસિયતોના કારણે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને અંબાજીના વ્હાઈટ માર્બલનો ઉપયોગ કરવાનો વિકલ્પ અપાયો હતો. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે એવી સ્થિતિમાં પણ આ વ્હાઈટ માર્બલ સૌથી વધુ ગરમી શોષી લે છે. તેથી રામ મંદિરના કેમ્પસમાં તેનો પ્રયોગ કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો.

અંબાજીના વ્હાઈટ માર્બલનો ઉપયોગ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે બનાવેલા કાશી વિશ્વનાથ કોરિડોરમાં અને નવી દિલ્હી ખાતે આકાર લીધેલા નવા સંસદ ભવનમાં પણ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.