Western Times News

Gujarati News

મારે જાડી ચામડીના નથી થવું, એટલે સોશિયલ મીડિયાથી દૂર રહું છું: શોભિતા

મુંબઈ, શોભિતા ધુલીપાલાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે કેમ તેણે સોશિયલ મીડિયા પર સમય વિતાવાનું બંધ કરી દીધું છે. શોભિતાએ જણાવ્યું કે,“કારણ કે હું બહુ જ સેન્સિટીવ છું. જો હું કહીશ કે લોકો શું કહે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી તો એ જૂઠું કહેવાશે.

લોકો સોશિયલ મીડિયા પર કંઈ પણ કહે તેની મને અસર થાય છે, તેથી હું આવી જ રહેવા માગું છું. મારે જાડી ચામડીનાં બનવું નથી, મારે બધું જ અનુભવવું હોય છે. હું કઠોર બની જાઉં એના કરતાં મારું દિલ લાખો વખત તૂટશે એ મને ચાલશે, તેથી સોશિયલ મીડિયા પર સમય ઘટાડી દેવો એ તેનો સામનો કરવાનો એક રસ્તો છે.” કોઈ વ્યક્તિ માટે કંઈ પણ ઉપનામ આપી દેવા વિશે શોભિતા જણાવે છે, “લોકોને ઉપમાઓમા સીમિત કરી દેવામાં આપણે બહુ સારા છીએ.

આ વ્યક્તિ હોટ છે, આ વ્યક્તિ ક્યુટ છે, આ માણસ રમૂજી છે. આ રીતે લોકોની જટિલતા અને વ્યક્તિત્વના સ્તરોને કોઈ એક ટોપલીમાં ભરી દેવાની લોકોની અખૂટ ઇચ્છાથી માત્ર ઉપરછલ્લા સંબંધ બને છે. એક વ્યક્તિ માટે દાબી દેવા જેવી વાત છે.

મને ઘણી વખત ‘સુપાચ્ય’ કે ‘ઓછું અણધાર્યું’ બનવાની સલાહ આપવામાં આવે છે અને તેનાથી મને બહુ આશ્ચર્ય થાય છે” શોભિતા તાજેતરમાં મંકીમેનમાં જોવા મળી. ત્યાર પહેલાં તે ધ નાઇટ મેનેજર અને મેડ ઇન હેવનમાં દેખાઈ હતી. તેણે ૨૦૧૬મા અનુરાગ કશ્યપની રમણ રાઘવથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.