Western Times News

Gujarati News

સાઉથની સાઈ પલ્લવી ડોક્ટરમાંથી બની અભિનેત્રી

મુંબઈ, સાઉથની નેચરલ બ્યુટી કહેવાતી સાઈ પલ્લવીનો આજે ૩૧મો જન્મદિવસ છે. રિયલ લાઈફમાં અભિનેત્રી ડાન્સર જ નહિ પરંતુ ડોક્ટર પણ છે. રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં સાઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળશે.

સાઈ પલ્લવીનો ૯ મેના રોજ બર્થ ડે સિલબ્રિટ કરી રહી છે. અભિનેત્રી એ સ્ટારમાંથી એક છે જેમણે દેશભરમાં પોતાની એક ખાસ સફળ બનાવી છે. સાઉથની નેચરલ બ્યુટીએ નાના પડદાં પર ડાન્સ તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. આજે તે નેશનલ સ્ટાર બની ચુકી છે.સાઉથ ઈન્ડસ્ટ્રી બાદ હવે અભિનેત્રી બોલિવુડમાં ધુમ મચાવવા તૈયાર છે.

રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં સાંઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળશે. આ કારણથી તે લોકો વચ્ચે ખુબ ચર્ચામાં છે. સાંઈ પલ્લવીએ પોતાની ફિલ્મે અનેક એવોર્ડ પણ જીત્યા છે.વર્ષ ૨૦૧૫માં ફિલ્મ પ્રેમમથી એક્ટિંગ ડેબ્યુ કરનારી સાઈ પલ્લવીએ મેડિકલનો અભ્યાસ કર્યો છે. આ ફિલ્મ માટે અભિનેત્રીએ અનેક એવોર્ડ પણ જીત્યા છે.

પ્રેમમ એ ત્યારની મલયાલમની બીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ હતી. ત્યારબાદ અનેક હિટ ફિલ્મો આપી છે. સાઈ પલ્લવી શાળામાં ભણતી ત્યારથી જ ફિલ્મ ઓફર થઈ અને એક્ટિંગની દુનિયામાં છવાય હતી.સાઈ પલ્લવી ડાયરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મને લઈ ચર્ચામાં છે. જેમાં તે સીતા માતાનો રોલ પ્લે કરશે, રણબીર કપુર ભગવાન રામના પાત્રમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.