Western Times News

Gujarati News

નર્મદા, કરજણ, ડાંગ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો

ગુજરાતના કેટલાક શહેરો-નગરોમાં કમોસમી વરસાદ

અમદાવાદ, હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સતત બીજા દિવસે દાહોદ શહેરમાં વરસાદ વરસ્યો છે. દાહોદના જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેરમાં કમોસમી વરસાદી માવઠું થયું છે.

દાહોદ, લીમડી, મીરાખેડી, છાપરી, ગલાલીયાવાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી ગરમીમાં લોકોને રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.

દાહોદ શહેરમાં વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે સતત બીજા દિવસે દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.

હવામાનની આગાહીને પગલે નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા અંતરિયાળ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ડેડિયાપાડાના સરીબાર, કોકમ, મોહબીમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્‌યો હતા.

નર્મદાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે. આ ભરૂચ અને નર્મદાના ઓસારા પંથકમાં પણ વરસ્યો કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા છે. જેની સાથે જ સમી સાંજે વરસાદ વરસતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેમાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

વડોદરાના કરજણ તાલુકા સહિતના પંથકોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કરજણ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. નારેશ્વર પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.

વરસદાના કારણે અનેક ગ્રામ વિસ્તારમાં ગામ બહાર પાણી ફરી વળ્યા હતા. ડાંગ જિલ્લામાં સાપુતારામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદના બફારા બાદ સાપુતારાના આસપાસના તળેટી વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. ઉનાળાની આ ગરમીમાં ફરવા આવેલ પ્રવાસીઓ વાતાવરણમાં થયેલી ઠંડકને કારણે આનંદમાં આવી ગયા હતા.

અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે.

અમદાવાદમાં ૪૧.૬ ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન ૪૧.૨ રહ્યુ છે. રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઇ વધારો નહીં થાય. આવનારા ૬ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે.વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચુ જવાની સંભાવના નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.