Western Times News

Gujarati News

ર૦ર૯ના ઉનાળામાં લોકસભા ચૂંટણીને મંજૂરી મળશે?

Heat breaks records: 203 days of heat wave in India this year

ભારત હાલમાં રેકોર્ડ-સેટીંગ હિટવેવ્સ સાથે અને સામે ઝઝૂમી રહ્યું છે દર વર્ષે તાપમાનમાં વધારો થવા સાથે, આ રેકોર્ડ પરનો સૌથી ગરમ દશક રહ્યો હોવાથી, નિષ્ણાંતો તેના પર ભાર મૂકે છે કે શું

ભારત તેના તીવ્ર ઉનાળાના મહિનાઓ વચ્ચે પાંચ વર્ષ પછી યોજાનાર સામાન્ય ચૂંટણી યોજી શકશે કે કેમ, કારણ કે આબોહવા પરિવર્તનની અસર સ્થાનિક હવામાન પ્રણાલિઓને વધુ ખરાબ કરે છે

લોકસભાની વર્તમાન ચૂંટણીઓમાં ઓછા મતદાન માટેના અનેક કારણોમાં એક કારણ હિટવેવ કે ભીષણ ગરમીને માનવામાં આવી રહ્યું છે. હજુ તો સાતમાંથી ૩ જ તબક્કાનું મતદાન થયું છે અને આખો મે મહિનો ચૂંટણી પ્રચારમાં પસાર થશે ત્યારે કાળઝાળ ગરમી મતદારાની શું હાલત થશે તેને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તો તેની સાથે હવે એક એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે એક તરફ કલાઈમેટ ચેન્જને કારણે ભારતમાં હવામાનમાં ભારે ફેરફારો થઈ રહ્યા છે ત્યારે શું કલાઈમેન્ટ ચેન્જ ભારતમાં પાંચ વર્ષ પછી ર૦ર૯માં બીજી ઉનાળાની લોકસભા ચૂંટણીઓ યોજાવાની મંજૂરી આપશે…?

નોંધનીય છે કે, ભારત હાલમાં રેકોર્ડ-સેટીંગ હિટવેવ્સ સાથે અને સામે ઝઝૂમી રહ્યું છે. દર વર્ષે તાપમાનમાં વધારો થવા સાથે આ રેકોર્ડ પરનો સૌથી ગરમ દશક રહ્યો હોવાથી નિષ્ણાંતો તેના પર ભાર મૂકે છે કે શું ભારત તેના તીવ્ર ઉનાળાના મહિનાઓ વચ્ચે પાંચ વર્ષ પછી યોજાનાર સામાન્ય ચૂંટણી યોજી શકશે કે કેમ ? કારણ કે આબોહવા પરિવર્તનની અસર સ્થાનિક હવામાન પ્રણાલિઓને વધુ ખરાબ કરે છે.

કલાઈમેટ ટ્રેન્ડસ દ્વારા એક પેપરમાં, એક સંશોધન-આધારિત કન્સલ્ટિંગ અને ક્ષમતા-નિર્માણ પહેલ કે જેનો ઉદ્દેશ્ય પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસના મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો છે, આ મુદ્દાની પરિપ્રેક્ષ્યમાં વિગતવાર ચર્ચા કરી છે.

આ વર્ષે વૈશ્વિક વસ્તીના ૪૯ ટકા લોકો ૬૪ દેશોમાં મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે વર્તમાન ભારતીય ચૂંટણીઓમાં આબોહવા અને સ્થાનિક હવામાન પ્રણાલિ કેવી રીતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તે નોંધનીય છે.

ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્લોબલ વો‹મગને કારણે ધનતા, આવર્તન, અવધિ અને હિટવેવ દ્વારા આવરી લેવામાં આવેલા વિસ્તારમાં વધારો થયો છે. આનો અર્થ એ થયો કે ગરમીથી કોઈ છૂટકો નથી. તમામ મોડલ્સ એવી આગાહી કરી રહ્યા છે કે ભવિષ્યમાં હિટવેવ્સ અપેક્ષા કરતાં વધુ ઝડપે વધશે.

આ સાથે ઉદભવતા પડકારો પૈકી એક એ છે કે વધતી જતી ગરમીના તણાવ અન્ય હવામાન પેટર્ન સાથે સંયોજનો. આ બદલામાં આરોગ્યની અસરો, જંગલની આગ અને વાયુ પ્રદૂષણને અતિશયોક્તિપૂર્ણ બનાવશે. આ સંયોજન અસરોનો સામનો કરવા માટે આપણે વધુ ઉંડાણપૂર્વક સંશોધન કરવાની જરૂર છે. એમ રોકસી મેથ્યુ કોલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક, ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા, પુણેએ જણાવ્યું હતું.

તેમના સંશોધન પેપરમાં દેશના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવત અને ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાને ટાંકવામાં આવ્યા છે.
સંસદીય ચૂંટણી યોજવા માટે છ મહિનાનો સમય બાકી છે. વર્તમાન કાર્યકાળ માટે ચૂંટણી ૧૭ ડિસેમ્બર ર૦ર૩ અને ૧૬ જૂન ર૦ર૪ની વચ્ચે યોજાવાની હતી. જો કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણી નવેમ્બર અને ડિસેમ્બરમાં નિર્ધારિત હોવાથી,

સંસદીય ચૂંટણીઓ સામાન્ય રીતે ઓછામાં ઓછા ર-૩ મહિનાના અંતરાલ પછી હાથ ધરવામાં આવે છે તેથી યુનિયન ચૂંટણી ર૦ર૪ માર્ચમાં જાહેર કરવામાં આવી હતી. ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળવા માટે, ચૂંટણી પંચે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ જ્યાં તે રાજ્યની ચૂંટણીમાં બે મહિના વિલંબ કરવા ૬ મહિનાની વિડો દરમિયાન સંસદીય ચૂંટણીઓ યોજવા પર સામૂહિક રીતે સંમત થઈ શકે એમ રાવતે કહ્યું છે.

હવે ર૦ર૯માં આગામી સામાન્ય ચૂંટણીઓ માટે વિન્ડો ૧ જાન્યુઆરીથી ૩૦ જૂનની વચ્ચે આવે છે. વસંતઋતુ (ફેબ્રુઆરી અને માર્ચ)એ શ્રેષ્ઠ સમય છે. નહીંતર કાયદામાં સુધારો થવો જોઈએ જે ચૂંટણી પંચને રાજ્ય વિધાનસભાની ચૂંટણી થોડી વહેલી કરાવવાની સત્તા આપે છે એમ પણ તેમણે કહ્યું હતું.

મોટા વિક્ષેપને ટાળવા માટે હવામાન પરિસ્થિતિઓને હંમેશા ધ્યાનમાં લેવામાં આવે છે. શમનના પગલાં છે જે પહેલાંથી જ સારી રીતે લેવામાં આવે છે જેમ કે ઠંડી જગ્યાએ લોકોને કતારમાં ઊભા રાખવાની વ્યવસ્થા, પીવાના પાણીની ઉપલબ્ધતા વગેરે. એવી જોગવાઈ છે કે જેના દ્વારા ભારતનું ચૂંટણી પંચ ૧૮૦ દિવસમાં ગમે ત્યારે ચૂંટણી કરાવી શકે છે પરંતુ તેમણે ખૂબ કાળજી રાખવી પડે કે સરકારની મુદ્દત એક દિવસ પણ ઓછી ન થાય, એમ અશોક લવાસાએ મત દર્શાવતા કહ્યું હતું.

જો કે, તેમણે ઉમેર્યું હતું કે, બીજી સમસ્યા એ છે કે, ફેબ્રુઆરી-માર્ચ મહિનો શાળાઓ અને કોલેજોમાં પરીક્ષાનો સમય છે તેથી કોઈ વ્યક્તિ શૈક્ષણિક ચક્રને પણ વિક્ષેપિત કરી શકતું નથી. આત્યંતિકતાને ઘટાડવા માટે મહત્તમ સાવચેતીઓ લેવામાં આવે છે. જો કે, (તાપમાન) વધવાનું ચાલુ રહે તો કોઈ આને ધ્યાનમાં લઈ શકે છે.

રાજ્ય સંચાલિત ભારતીય હવામાન વિભાગે પહેલાંથી જ એપ્રિલ-જૂન દરમિયાન સરેરાશ હીટવેવ કરતાં બમતા કરતાં વધુ એટલે કે, ૧૦થી ર૦ દિવસની ગરમીના મોજાની સામાન્ય ૪થી ૮ દિવસની સરખામણીમાં ચોક્કસ રહેવાની આગાહી કરી હતી. આ વર્ષે ગરમી ર૦ર૩ કરતાં વધુ ખરાબ રહેવાની ધારણા છે. જે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે.

ગરમીનો પારો ૪ર-૪પ ડિગ્રી વચ્ચે સ્થિર થઈ રહ્યો છે, દેશના કેટલાક ભાગોમાં ૪૭ ડિગ્રી સુધી પણ ઉંચકાઈ રહ્યો છે. એપ્રિલમાં હિટવેવનો સૌથી લાંબો સમય ૧પ દિવસ સુધી લંબાયેલો જોવા મળ્યો છે. પૂર્વ અને દ્વીપકલ્પના ભારતના ભાગો સૌથી વધુ પ્રભાવિત થયા છે જે ભેજ સામે પણ લડી રહ્યા છે.

તો બીજી તરફ અન્ય કોઈ નહીં પણ ખુદ રિઝર્વ બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે કલાઈમેટ ચેન્જ ભારત માટે ખૂબ જ ખતરનાક છે. આરબીઆઈના વર્તમાન વર્ષના એપ્રિલના બુલેટિનમાં ઊંચા તાપમાનની સ્થિતિને કારણે ફુગાવા સામે જોખમ તોળાઈ રહ્યાની ચિંતા વ્યક્ત કરી છે.

તાપમાની કૃષિ ક્ષેત્ર પર સૂચિત અસરને કારણે ખાધાખોરાકીના ભાવમાં અનિશ્ચિતતા ફુગાવા પર દબાણ ચાલુ રાખશે તેવી ગણતરીને આધારે આ મત આવી પડયો હોવાનું માનવામાં આવે છે.

વર્તમાન વર્ષનું ચોમાસુ બે દાયકાનું સારું ચોમાસુ રહેવાની પણ વધારો આવી પડયો છે. જો કે, વધુ પડતા વરસાદની સ્થિતિ કૃષિ જણસો સામે જોખમી બની શકે છે. એ હકીકત નકારી શકાય એમ નથી. વર્તમાન વર્ષમાં દેશમાં એક તરફ ઊંચા તાપમાન તથા બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સ્થિતિએ કલાયમેટ ચેન્જની પ્રતિકૂળ અસરોના સંકેત આપી દીધા છે.

કલાયમેટ ચેન્જને લગતી આફતોને કારણે વર્તમાન સદીના અત્યાર સુધીના ગાળામાં ભારતને ૧ર૦ અબજ ડોલરની નુકસાની ભોગવવી પડી હોવાનો અંદાજ છે. ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત હોવાથી કલાયમેટ ચેન્જની કૃષિ ક્ષેત્ર પર કોઈપણ દેશના અર્થતંત્ર સામે જોખમી બની શકે છે. કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક વધારવાનો વ્યુહ આ અગાઉ અનેક વેળા નિષ્ફળ રહ્યો છે ત્યારે કલાયમેટ ચેન્જે ભારતના નીતિ વિષયકો સામે નવો પડકાર ઊભો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.