Western Times News

Gujarati News

બાયડ તાલુકાના લિંબમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: બે પોલીસ કર્મીઓની સંડોવણી

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લામાં અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથે ભાઈબંધી હોવાની બૂમો સમયાંતરે ઉઠતી રહી છે વિદેશી દારૂની બદી અટકાવવાની જેના માથે જવાબદારી છે

તેમાંથી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂના નફામાં થતા બમણા નફાની લાલચમાં બુટલેગરના વહીવટદાર બની જતા હોવાની સાથે બુટલેગરોની ચાલતી લાઈનને સુરક્ષા પણ પુરી પાડતા હોવાની સાથે દારૂની લાઇનો ચલાવી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે પોલીસકર્મી મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી લોકડાઉનમાં કોમલ નામના પાસવર્ડથી ચાલતી દારૂની લાઇનનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો હતો

અરવલ્લી જીલ્લા ન્ઝ્રમ્ ૈઁં ડી.બી.વાળા અને તેમની ટીમે આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા લીંબ ગામમાં નટવરસિંહ અનોપસિંહ ચૌહાણના ખેતરની ઓરડીમાં સાબરકાંઠા તલોદના અણખોલ ગામના રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ નામના બૂટલેગરે દારૂનો જથ્થો ઉતારી કટિંગ કરવાની પેરવીમાં હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ બાતમી સ્થળે પહોંચી બુટલેગર રણછોડસિંહ ચૌહાણને દબોચી લઇ ઓરડીની અંદર સંતાડેલ વિદેશી દારૂની પેટી નંગ-૨૩ માંથી બોટલ-૧૧૦૪ કિં.રૂ.૧૨૧૪૪૦/-નો જથ્થો જપ્ત કરી

ડી.બી.વાળાએ રણછોડસિંહ ચૌહાણની આગવી ઢબે પૂછપરછ કરતા બૂટલેગરે વટાણા વેરી નાખ્યા હતા અને દારૂનો જથ્થો ઠાલવવામાં બે પોલીસકર્મીની ભૂંડી ભૂમિકા હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે ૧.૨૬ લાખનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કરી બે પોલીસ કર્મી સહિત પાંચ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ખાખીને બદનામ કરનારની કરતૂત અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે દબોચી લેનાર બુટલેગર રણછોડસિંહ ચૌહાણને અરવલ્લી જીલ્લા પોલીસમાં અગાઉ ફરજ બજાવતો મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી સાથે ભાઈબંધી હોવાથી અન્ય પોલીસકર્મી મહેશ ડામોર સાથે ઓળખાણ કરાવી વિદેશી દારૂની જરૂર હોય તો કહેજે બંને દારૂનો ધંધો કરીએ છીએ રણછોડસિંહ ચૌહાણને વિદેશી દારૂની જરૂર પડતાં મહેશ ડામોરને કોલ કરતા તેને આઇશર ટ્રકમાં

પથ્થરના પાવડરની થેલીઓ નીચે સંતાડી દારૂ ભરેલ ટ્રક બાયડ રેલ્વે ટ્રેક મોકલી આપતા રણછોડસિંહ ચૌહાણ કાર સાથે પાયલોટીંગ કરી ટ્રક ખેતરમાં લઇ જઈ અરવિંદસિંહ બળવંતસિંહ ચૌહાણ અને જગદીશ રાવળની મદદથી દારૂ ઉતારી લીધો હતો બંને પોલીસકર્મીઓ અરવલ્લી-સાબરકાંઠા સહિત અન્ય જીલ્લામાં દારૂનો જથ્થો પહોચાડતાં હોવાની ચર્ચાએ જોર પકડ્‌યું છે મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી અને મહેશ ડામોરની કાળી કરતૂત બહાર આવતા બંને બુટલેગર પોલીસકર્મીઓ ફરાર થઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.