Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું નિર્માણ થશે

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સીડની ઓસ્ટ્રેલિયાના તત્વાવધાનમાં વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં સુંદર ભવ્યાતિ ભવ્ય અને સૌથી મોટું સંકુલ નૂતન હવેલી નું નિર્માણ થવા જઈ રહ્યું છે.

આ સંકુલ માટે બે એકર જમીનનું સંપાદન થયું છે.મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાવધાન માં નૂતન કૃષ્ણધામ હવેલી નું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેની માટે વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગૌસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહારાજ દ્રારા આ નિર્માણ થવા જઈ રહ્યું છે.

વ્રજરાજકુમાર મહારાજ સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેમના જીવનની દરેક ક્ષણમાં તેઓ માત્ર એક જ વિચાર કરતા હોય છે અને તે છે હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર પ્રસાર, સમગ્ર વિશ્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવે જેને લઈને ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું નિર્માણ થશે.

ઓસ્ટ્રેલિયાના તત્વાવધાનમાં અનેક કાર્યક્રમો સમાજલક્ષી, માનવતાલક્ષી તેમજ ધર્મલક્ષી અને કથાઓનું પણ આયોજન થતું હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સિડનીમાં વસતા વૈષ્ણવો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પ્રતીક્ષાનો હવે, અંત આવી ગયો છે.

વિવાયઓ સિડનીના તત્વાવધાનમાં સિડની ખાતે હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે.વિવાયઓ સિડનીના તત્વાવધાનમાં સિડની ખાતે બે એકરમાં વિશાળ હવેલી આકાર લેવા જઈ રહી છે. જે માટે જમીનનું સંપાદન પણ થઇ ગયું છે. જે જમીન પર દિવ્ય અને ભવ્ય કૃષ્ણધામ હવેલીનું નિર્માણ કરવામાં આવશે.

જેનું દિવ્ય ભૂમિપૂજન ઠાકોરજીની કૃપાથી આગામી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવનાર છે. ત્યારે આવો આ ભગીરથ કાર્યમાં આપણે સૌ વૈષ્ણવો તન, મન અને ધનથી જોડાવા અપીલ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.