Western Times News

Gujarati News

ભારતના હાથમાં આવ્યું ઈરાનનું મહત્વપૂર્ણ બંદર: ચીન-પાકિસ્તાનના પેટમાં તેલ કેમ રેડાયું?

ભારતનો આંતરરાષ્ટ્રીય સ્તરે માસ્ટરસ્ટ્રોક – ચાબહારનું લાંબાગાળાના વહીવટ અંગે પણ વિચારણા થશે.

નવી દિલ્હી, અતિ વ્યુહાત્મક તેવા ઈરાનના ચાબહાર બંદરનો વહીવટ આગામી ૧૦ વર્ષ સુધી ભારતને સોંપવા વિશેષતઃ ભારત-ઈરાન વચ્ચે કરારો કરવા ભારતના નૌકાયાન-મંત્રી સર્વાનંદ સોનવાલ તહેરાન પહોંચી ગયા હતા.

આ અંગે ભારતના વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, ઉપરાંત ચાબહારનું  #ChabaharPort લાંબાગાળાના વહીવટ અંગે પણ વિચારણા થશે.કેન્દ્રના બંદરો, નૌકાયાન અને જળમાર્ગ મંત્રી સોનોવાલ એરફોર્સનાં વિશેષ વિમાન દ્વારા ઈરાન પહોંચ્યા હતા

ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર ડીલ પર અમેરિકાની ચેતવણી!

અને અતિ-વ્યુહાત્મક તેવા ઈરાનના કુદરતી બારાં (બંદર) ચાબહારના ૧૦ વર્ષ સુધીનાં વહીવટ અંગે ઈરાનના સત્તાવાળાઓ સાથે કરારો કર્યા હતા. આ બંદરનું મહત્વ તે માટે છે કે આ દ્વારા ભારત, પાકિસ્તાનને એક તરફ રાખી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઇ દેશો સાથે મુક્ત રીતે વ્યાપાર કરી શકશે. ભારતના આ પગલાંથી ચીન-પાક.ના પેટમાં તેલ રેડાયુ છે.

નવીદિલ્હી,  ભારત અને ઈરાને ચાબહાર બંદરને લઈને સોમવારે દસ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેના થોડા જ કલાકો બાદ અમેરિકાએ ચેતવણી આપી કે કોઈ પણ તહેરાનની સાથે વ્યાપારિક કરાર કરવાનો વિચાર બનાવી રહ્યા છે તો તેને સંભવિત પ્રતિબંધના જોખમ વિશે જાણ હોવી જોઈએ. જોકે, અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે  કહ્યું કે તેઓ ભારત સરકારને પોતાની વિદેશ નીતિના લક્ષ્યો પર બોલવા દેશે.

પટેલે કહ્યું, હુ માત્ર એટલુ કહીશ ઈરાન પર અમેરિકી પ્રતિબંધ લાગુ રહેશે અને અમે તેને ચાલુ રાખીશું. કોઈ પણ સંસ્થા જો ઈરાનની સાથે વેપાર કરાર પર વિચાર કરી રહી છે તો તેને આ જોખમ વિશે ખબર હોવી જોઈએ કે પ્રતિબંધ લાગી શકે છે.

ચાબહાર બંદરના સંચાલન માટે ભારતના ઈન્ડિયન પોર્ટ્‌સ ગ્લોબલ લિમિટેડ (IPGL) અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (PMO) ની વચ્ચે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા. તેનાથી દસ વર્ષોના સમયગાળા માટે ચાબહાર વિકાસ પ્રોજેક્ટમાં શાહિદ-બેહસ્તી બંદરનું સંચાલન થઈ શકશે. દસ વર્ષના સમયગાળામાં બંને પક્ષ ચાબહારમાં પોતાના સહયોગને આગળ વધારશે.

ભારત અને ચાબહાર બંદર, ઈરાન વચ્ચે માલસામાનની અવર -જવર પર 40%ની છૂટ એક વર્ષ માટે લંબાવવામાં આવી

આઈપીજીએલ બંદરને સજ્જ કરવા માટે લગભગ ૧૨૦ મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરશે. ભારતે ચાબહાર બંદરના વિકાસ માટે ૨૫૦ મિલિયન ડોલરની ક્રેડિટ વિન્ડોની પણ ઓફર આપી છે. વર્તમાનમાં ચાબહાર બંદરને આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર ની સાથે એકીકૃત કરવાની યોજના પર કામ ચાલી રહ્યુ છે, જેનાથી ઈરાન દ્વારા રશિયાની સાથે ભારતની કનેક્ટિવિટી સરળ થઈ જશે.

આ દસ વર્ષના લાંબા ગાળાના કરાર બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે. આ સાથે જ વિસ્તારમાં વેપારી સમુદાયોની વચ્ચે વિશ્વાસને વધારશે. ચાબહાર બંદર વિકાસ અને સંચાલનમાં ભારત એક મુખ્ય ખેલાડી છે. આ પ્રોજેક્ટ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઈ દેશોની સાથે વેપાર માટે એક મહત્વપૂર્ણ પરિવહન બંદર તરીકે કામ કરશે. આ લેન્ડલોક દેશ છે. ભારત સરકારે બંદરના પાયાના માળખામાં રોકાણ કર્યુ છે અને તેની સુવિધાઓને અદ્યતન બનાવવા પર કામ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.