Western Times News

Gujarati News

લખનૌ સુપર જાયન્ટસનો માલીક ૪૦૦ કરોડનો નફો કમાઈ રહયો છે તો તેને ચિંતા કરવાની શું જરૂરઃ સેહવાગ

(એજન્સી)નવીદિલ્હી, લખનૌ સુપર જાયન્ટસ માલીક સંજીવ ગોયન્કાનો વીડીયો વાયરલ થઈ રહયો હતો. આમાં તે કેએલ રાહુલ K L Rahul પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. કારણ કે લખનૌ સુપર જાયન્ટસને સનરાઈઝસે હૈદરાબાદ સામે ખુબ જ ખરાબ હારનો સામનો કરવો પડયો હતો. If the Lucknow Super Giants owner is making a profit of Rs 400 crore, why should he worry: Sehwag

હૈદરાબાદે લખનૌને ૬ર બોલ બાકી રહેતા ૧૦ વિકેટે હરાવ્યું હતું. લોકોએ સંજીવ ગોયન્કાની ખરાબ વર્તુણુંક માટે તેમની આકરી ટીકા કરી હતી. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ વિરેન્દ્ર સેહવાગે સંજીવ ગોયયકા પર નિશાન સાધ્યું છે. સેહવાગના કહેવા પ્રમાણે સંજીવ ૪૦૦ કરોડ રૂપિયયાનો નફો કમાઈ રહયો છે. તો તેને ચિતા કરવાની શું જરૂ છે.

વીરેન્દ્ર સેહવાગે કહયું, તે બધા બીઝનેસમેન છે અને તેઓ માત્ર નફા-નુકશાનની ભાષા જ સમજે છે. પરંતુ અહી કોઈ નુકશાન નથી. તો તેમને શું વાંધો છે ? તેઓ ૪૦૦ કરોડ રૂપિયાનો નફો કમાઈ રહયા છે. અને આ એક એવો ધંધો છે જયાં તેમને કંઈ કરવાની જરૂર નથી. તમારે આ બાબતો પર ધ્યાન આપવું પડશે કારણ કે પરીણામે ભલે ગમે તે હોયય તેમને નફો મળી રહયો છે.

સેહવાગે પોતાની વાત ચાલુ રાખતાં કહયું ‘માલીકનું કામ એ હોવું જોઈએ કે જયારે પણ તે પ્રેસ કોન્ફરન્સમાં અથવા ડ્રેસીગ રૂમમાં ખેલાડીઓને મળે ત્યારે તે તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કરે. પરંતુ જયારે માલિક આવીને પુછે કે શું ચાલી રહયું છે. અન્ય કઈ સમસ્યાઓ છે. અથવા તેઓ કોઈ ચોકકસ ખેલાડી પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરે છે, ટીમના પ્રદર્શન અથવા ખેલાડીઓ પર સવાલો ન ઉઠાવે તે વધુ સારું રહેશે.’

IPL 2024: Lucknow Super Giants (LSG) assistant coach Lance Klusener has stepped in to quell the fiery fallout following franchise owner Sanjiv Goenka’s public outburst on skipper KL Rahul after a demoralising defeat against Sunrisers Hyderabad (SRH). The incident, captured on video and circulating rapidly on social media, raised eyebrows among fans and critics alike.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.