Western Times News

Gujarati News

જુગારના અડ્ડા પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડોઃ સાતની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

૩.પ૪ લાખના રપ૦ કોઈન જપ્ત કરાયા

અમદાવાદ, શહેરમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર પોલીસ તવાઈ બોલાવી રહી છે ત્યારે ગઈકાલે બંધબારણે ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી. સરખેજના એક મકાનને કલબ બનાવીને રીતસરનું જુગારધામ ચાલી રહ્યું હતું. જુગાર રમવા માટે જ્યારે જુગારિયા આવે ત્યારે તેમને રૂપિયાના બદલામાં કોઈન આપવામાં આવતા હતા.

પોલીસે ઘટના સ્થળ પરથી ૩.પ૪ લાખની કિંમતના રપ૦ નંગ કોઈન જપ્ત કર્યા છે જ્યારે મકાન માલિક સહિત સાત લોકોને ઝડપી પાડયા છે. આ સાથે મુખ્ય સૂત્રધાર ત્રણ લોકો રોકડ લઈને નાસી ગયા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સરખેજ જનપથ હોટલ પાછળ આવેલા ઈÂન્દરાનગરના એક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઈÂન્દરાનગર પહોંચી ગઈ હતી જ્યાં ઈસ્માઈલ ઘાંચીના મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચે રેડ દરમિયાન મકાન માલિક ઈસ્માઈલ ઘાંચી, જુગારી હેમંત શાહ, નિલેશ વાઘેલા, નઈમખાન પઠાણ, ફરીદમિંયા શેખ, ભાવિક અંજાન, નરેન્દ્રસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની રેડ પડતાં જ ઈરફાન ઘાંચી, રૂસ્તમ મન્સુરી અને અલતાફ કુરેશી નાસી ગયા હતા. કેસિનોમાં જે રીતે કોઈન ઉપર જુગાર રમાડવામાં આવે છે તેવી જ રીતે ઈસ્માઈલ ઘાંચી જુગાર રમાડતો હતો જ્યારે જુગારી ઈસ્માઈલની કલબમાં આવતો હતો

ત્યારે તે રૂપિયાના બદલામાં કોઈન આપતો હતો. જુગારિયા કોઈન લઈને બેસતા હતા અને જુગાર રમતા હતા. જુગારિયાઓ માટે ચા-પાણી, નાસ્તા, તેમજ પાન-મસાલા-સિગારેટની પણ તમામ લકઝુરિયસ સુવિધાઓ જુગારધામમાં આપવામાં આવતી હતી. જુગારિયા જ્યાં જુગાર રમવા માટે બેસતા હતા તે એસી રૂમ હતો. આ જુગારધામનો માસ્ટર માઈન્ડ ઈરફાન ઘાંચી છે

તેણે ઈસ્માઈલ ઘાંચીના મકાનનો કબલ તરીકે ઉપયોગ કર્યો હતો. ઈરફાન ઘાંચી, ઈસ્માઈલ ઘાંચીને કલબ ચલાવવા માટે તગડા રૂપિયા પણ આપતો હતો જ્યારે ક્રાઈમ બ્રાન્ચની રેડ પડી ત્યારે ઈરફાન ઘાંચી, રૂસ્તમ મન્સુરી અને અલતાફ કુરેશી રોકડા રૂપિયા લઈને નાસી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે રેડ દરમિયાન સાત લોકોને રંગે હાથ ઝડપી લીધા છે.

ક્રાઈમ બ્રાન્ચે જુગારિયા પાસેથી ૩.પ૪ લાખની કિંમત બરાબર રપ૦ નંગ કોઈન, તેમજ ૭૦ હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે તમામની ધરપકડ કરીને ઈરફાન ઘાંચી, રૂસ્તમ અને અલતાફને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈસનપુરમાં આવેલ જીમખાના કલબમાં રેડ કરી હતી

જેમાં ૩૧ જુગારીયાની ૧ર.૬૭ લાખની રોકડ સાથે ધરપકડ કરી હતી. પીસીબીએ કરેલી રેડ બાદ શહેર પોલીસ સફાળી જાગી હતી અને ઠેર-ઠેર દરોડા પાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસે શહેરની વિવિધ જગ્યાએ દરોડા પાડીને નાના મોટા જુગારના અડ્ડા બંધ કરાવી દીધા છે ત્યારે ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચને સરખેજમાંથી સફળતા મળી છે. લકજુરિયસ કલબનો પર્દાફાશ કરીને ક્રાઈમ બ્રાન્ચે સાત લોકોની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.