Western Times News

Gujarati News

બનાસકાંઠાના ડીસામાં ઈ-બાઈકની બેટરીમાં વિસ્ફોટ થયો

ડીસા, ઈ-બાઈકમાં લગાવેલી બેટરીને ચાર્જ કરવાની હોય છે, પરંતુ જ્યારે ચા‹જગ દરમિયાન બેટરી ફાટવા જેવી ઘટના બને છે ત્યારે લોકોમાં તેની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થાય છે. બેટરી વિસ્ફોટ બાદ બાઇકના માલિકે કહ્યું કે ઇ-બાઇકનો ઉપયોગ જીવતા બોમ્બ સમાન છે.

ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં ઈ-બાઈકની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. ઈ-બાઈકની બેટરી ચાર્જ થઈ રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

જ્યારે બેટરી ચાર્જ થઈ રહી હતી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું.ઈ-બાઈકની બેટરી ચાર્જ કરતી વખતે થયેલા આ બ્લાસ્ટને કારણે બેટરીથી ચાલતા વાહનોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

બનાસકાંઠાના ડીસાની બજરંગ નગર સોસાયટીમાં રહેતા મહેશભાઈએ ૧૫ મહિના પહેલા ૮૦ હજાર રૂપિયામાં બેટરી ઓપરેટેડ ઈ-બાઈક ખરીદી હતી.

મહેશભાઈની દીકરીએ ઈ-બાઈકની બેટરી કાઢીને ઘરની ગેલેરીમાં ચાર્જમાં મૂકી દીધી હતી. પાંચ મિનિટ પછી બેટરીમાં એવો વિસ્ફોટ થયો કે શરૂઆતમાં લોકોને એવું લાગ્યું કે જાણે નજીકમાં ક્યાંક બોમ્બ ફૂટ્યો હોય.

બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ લોકો એકઠા થઈ ગયા અને જાણવા મળ્યું કે ઈ-બાઈકની બેટરી ફાટી ગઈ હતી.વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બેટરીમાં લાગેલી આગને તાત્કાલિક કાબુમાં લીધી હતી. બ્લાસ્ટ એવો થયો કે બેટરીના પાટ્‌ર્સ શોધવા પણ મુશ્કેલ થઈ ગયા.

ઈ-બાઈકના માલિક મહેશ ભાઈએ વિસ્ફોટની ઘટના બાદ કહ્યું હતું કે ભગવાનનો આભાર કે બેટરી ફાટતી વખતે મારી પુત્રી ઈ-બાઈક ચલાવી રહી ન હતી.

બેટરી ચાર્જ થઈ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો અને નજીકમાં કોઈ હાજર નહોતું.મહેશ ભાઈએ જણાવ્યું હતું કે ઈ-બાઈકની બેટરી ચાર્જ કરતી વખતે જે રીતે ફાટી જાય છે તે રીતે ઈ-બાઈકનો ઉપયોગ જીવતા બોમ્બ સમાન છે. દેશમાં વધતા પ્રદૂષણ અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને ઈ-બાઈકને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.