Western Times News

Gujarati News

બજાજ આલિયાંઝ લાઇફનું 31 માર્ચ 2024ના રોજ સૌથી વધુ AUM રૂ. 1,09,829 કરોડ થયું

બજાજ આલિયાંઝ લાઇફના ટકાઉ અને નફાકારક વૃદ્ધિ પ્રવાહે FY2024માં વેગ પકડ્યો

–         IRNB પર ઉદ્યોગમાં 29%ના પાંચ વર્ષના CAGR સાથે સૌથી વધુ વૃદ્ધિ દર અંકિત કર્યો

–         IRNBમાં FY 2023સામે FY 2024માં 21%નો વધારો કર્યો જે તેને સૌથી ઝડપથી વિકસત જીવન વીમેદાર બનાવે છે (ટોચની 10 ખાનગી 10 ખેલાડીઓમાં)

–         નવા બિઝનેસનું મૂલ્ય પાંચ વર્ષના CAGR 47% સાથે રૂ. 1,000 કરોડની સીમાચિહ્નને વટાવી ગયુ

–         ગ્રાહકોના વિશ્વાસે રિન્યુઅલ પ્રિમીયમમાં 32%ના વધારા સાથે રિન્યુઅલ્સને મજબૂત રાખ્યા છે

–         નવા બિઝનેસનું પ્રિમીયમ 7% વધીને રૂ. 11,494 કરોડ થયું

–         99.23%નો આકર્ષક રિટેલ ક્લેઇમ સેટલમેન્ટ ગુણોત્તર

 પૂણે14 મે2024ભારતની અનેક અગ્રણી ખાનગી જીવન વીમેદારો (લાઇફ ઇન્સ્યુર)માંની એક બજાજ આલિયાંઝએ FY2024ના વાર્ષિક બિઝનેસ આંકડા સાથે મજબૂત પ્રદર્શન અને વ્યૂહાત્મક વૃદ્ધિ દર્શાવવાનું સતત રાખ્યુ છે.

ઇન્ડિવીડ્યૂઅલ રેટેડ ન્યુ બિઝનેસ FY2024માં અદભૂત 21%ના દરે વધ્યો છે, જે કંપનીની સ્થિતિસ્થાપકતા અને બજારના ફેરફારોને અપનાવવાની ક્ષમતા દર્શાવે છે, તેમજ 2 ગણાથી વધુના નોંધપાત્ર માર્જિન સાથે ખાનગી ઉદ્યોગની સરેરાશ વૃદ્ધિને પાછળ પાડી દીધી છે. નવુ બિઝનેસ મૂલ્ય સૌપ્રથમ વખત રૂ. 1,000 કરોડના ચિહ્નથી વધીને FY2024માં રૂ. 1,061 કરોડ થયુ છે. જ્યારે રિટેલ પોલિસીની સંખ્યા (NOP)માં FY2023માં 6.13 લાખ પોલિસીઓ સામે FY2024માં જારી કરાયેલ 7.46 લાખ પોલિસી સાથે 22%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે,

જે વધી રહેલા ગ્રાહક વર્ગનો સંકેત આવે છે. કંપનીએ 31 માર્ચ 2024ના રોજ રૂ. 1,09,829 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ વ્યવસ્થાપન હેઠળ અસ્કયામત (AUM) હાંસલ કરી છે, જે BALICની મજબૂત નાણાંકીય સ્થિતિ અને દૂરદર્શી અસ્કયામત વ્યવસ્થાપન પરત્વેની પ્રતિબદ્ધતા છે. વધુમાં FY2024માં રિન્યુઅલ પ્રિમીયમો વધીને રૂ. 11,549 કરોડ થયા છે, જે FY2023ના રૂ. 8,724 કરોડની તુલનામાં 32%ની આકર્ષક વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ તેના 99.23%ના આકર્ષક રિટેલ ક્લેઇમ્સ સેટલમેન્ટ ગુણોત્તર મારફતે કાર્યક્ષમ અને વિશ્વસનીય ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસ પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે તેના આખરી વચન પરત્વે નોંધપાત્ર પ્રગતિ સાર્થક કરે છે.

બજાજ આલિયાંઝ લાઇફે સતત 23માં વર્ષે  બોનસની ઘોષણા કરી છે. ચાલુ વર્ષે 11.66 લાખ એવા પોલિસીધારકો માટે જાહેર કરાઇ છે, જેમણે કંપનીની પાર્ટિસિપેટીંગ પ્રોડક્ટ્સમાં વિશ્વાસ મુક્યો છે. કંપની દ્વારા FY2024 માટે જાહેર કરાયેલ રૂ. 1,383 કરોડનું બોનસ અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

બજાજ આલિયાંઝ લાઇફના ઓમનીચેનલ વિતરણ પરના મજબૂત ફોકસને કારણે દરેક ચેનલ્સમાં સતત વૃદ્ધિ થઇ છે. કંપનીનો સંસ્થાકિય બિઝનેસે દેશભરમાં મજબૂત ભાગીદારી કરી છે અને તેણે IRNBની દ્રષ્ટિએ 17%ના વૃદ્ધિ દર હાંસલ કર્યો છે. એજન્સી ચેનલ દેશમાં સૌથી મોટી હોવાથી 1.5 લાખથી વધુ એજન્ટોએ FY2024માં 20%ની વધુ બિઝનેસ વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીની સૌથી નાની ચેનલ્સ પ્રોપરાઇટરી ચેનલે 2023ની તુલનામાં વર્ષ દરમિયાન IRNBની દ્રષ્ટિએ 49%ની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે.

કંપની દ્વારા હાંસલ કરવામાં આવેલી વૃદ્ધિ પર ટિપ્પણી કરતા બજાજ આલિયાંઝ લાઇફના એમડી અને સીઇઓ તરૂણ ચુઘએ જણાવ્યું હતુ કે, ગ્રાહક-કેન્દ્રિતતા પરના અમારા સતત ધ્યાનસતત નવીનતા અને ઓપરેશન શ્રેષ્ઠતાએ બજાજ આલિયાંઝને પોતાની સ્થિતિને ભારતની અગ્રણી જીવન વીમા પ્રદાતાઓમાંની એકની તેની સ્થિતિને મજબૂત બનાવે છે. મહત્ત્વના બિઝનેસ મેટ્રિક્માં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરતા અમે ખુશી અનુભવીએ છીએ અને તે અમારા ગ્રાહકોએ અમારામાં મુકેલા વિશ્વાસને પ્રતિબિંબીત કરે છે. આ ટકાઉ વૃદ્ધિ મોટે ભાગે અમારા રાષ્ટ્રભરના ભાગીદારોના નેટવર્ક અને અમારી પ્રેરિત વર્કફોર્સને આભારી છે. તંદુરસ્ત યોજના અને આગળ વધી રહેલા કામકાજથી અમે અમારી વધારાતરફી ગમનને ટકાવી રાખવાનો આત્મવિશ્વાસ ધરાવે છે.

 બજાજ આલિયાંઝ તેની વૈવિધ્ય વિતરણ પહોંચમાં શ્રેષ્ઠતા ધરાવે છે, જે રાષ્ટ્રભરમાં 530+ શાખાઓ મારફતે ઍક્સેસિબીલીટી પ્રદાન કરે છે. નવીન પ્રોડ્ક્ટસ જેમ કે બજાજ આલિયાંઝ લાઇફ ACE અને બજાજ આલિયાંઝ લાઇફ મેગ્મમ ફોર્ચ્યુન પ્લસ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સંચોષે છે, જ્યારે ડિજીટલ એસેટ્સ જેમ કે કસ્ટમર એપ અને વ્હોટ્સેએપ અને વ્હોટ્સએપ કસ્ટમ BOT બહોળ પ્રમાણે અપનાવવામાં આવે તેની ખાતરી રાખે છે અને ગ્રાહકોના અનુભવમાં વધારો કરે છે. જુલાઇ 2023માં લોન્ચ કરાયેલ નવા પારિટીસિપેટીંગ પ્રોડક્ટ બજાજ આલિયાંઝ લાઇફ ACEમાં તેનું પ્રમાણ દેખાય છે, જેણે 2024માં નવા બિઝનેસમાં નોંધપાત્ર રીતે યોગદાન આપ્યુ હતું. પ્રોડક્ટસ અને સેવામાં વધારો કરવા તરફેના સતત પ્રયત્નો મારફતે બજાજ આલિયાંઝ લાઇફ જે તે વ્યક્તિને તેમના જીવનના લક્ષ્યાંકો સરળતાથી પ્રાપ્ત થાય તે માટે મદદ કરવાના મિશન પ્રત્યે પ્રતિબદ્ધ છે.

31 માર્ચ 2024ના રોજના મહત્ત્વના આંકડાઓ:

 બજાજ આલિયાંઝ લાઇફએ ચોખ્ખા ન્યુ બિઝનેસ મૂલ્યમાં નોંધપાત્ર 12%નો વૃદ્ધિ દર હાંસલ કરીને 2023માં રૂ. 950 કરોડ સામે FY2024માં રૂ. 1,061 કરોડ હાંસલ કર્યુ હતું, જે સૌપ્રથમ વખત રૂ. 1,000 કરોડના આંકને વટાવી ગયુ છે.

o   નોંધપાત્ર વિસ્તરણ કંપનીની મજબૂત પ્રોડક્ટ શ્રેણી અંગે કહે છે અને નફો પેદા કરવાની અને શેહધારકના મૂલ્યમાં વધારો કરવાની તેની ક્ષમતાના અસલ સંકેતની ગરજ સારે છે.

  • કંપનીએ પાંચ વર્ષની IRNB 29%ના CAGR દરે હાંસલ કરી છે.

o   IBNBમાં FY2024માં 21% વૃદ્ધિ થતા રૂ. 6,326 કરોડ હાંસલ કરવામાં આવી છે, જે FY2023માં રૂ. 5,214 કરોડના સ્તરે હતી.

  • કંપનીએ રૂ. 23,043 કરોડનું અત્યાર સુધીનું સૌથીવધુ ગ્રોસ રિટન પ્રિમીયમ હાંસલ કર્યુ છે જે 18%નો વધારો દર્શાવે છે, જે મુખ્યત્વે વ્યક્તિગત બિઝનેસ અને રિન્યુઅલ પ્રિમીયમમાં થયેલી તંદુરસ્ત વૃદ્ધિને આભારી છે.
  • કરબાદ નફો (PAT) પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 390 કરોડની સામે FY 2024માં નોંધપાત્ર વધીને રૂ. 53 કરોડનો થયો છે, જે 44%ની આકર્ષક વૃદ્ધિ દર્શાવે છે.
  • કંપનીનો સોલ્વન્સી ગુણણોત્તર 432%ના નોંધપાત્ર સ્તરે છે, જે તેની મજબૂત નાણાંકીય સ્થિરતા અને પોતાની જવાબદારીઓને પહોંચી વળવાની ક્ષમતા દર્શાવે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.