મહીસાગર જિલ્લાના અમેઠી ગામના સાયબાભાઈએ ૭૫ વર્ષે ધામધૂમથી લગ્ન કર્યા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મહીસાગર જિલ્લામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જેમાં ૭૫ વર્ષના સાયબાભાઈએ ૬૦ વર્ષની કંકુબેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આ પ્રસંગે વરરાજાએ જણાવ્યું હતું કે, લગ્ન કર્યા વિના મરી જાવ તો લોકો કહે કુંવારો મરી ગયો માટે મારી ઢળતી ઉંમરે એક જ ઈચ્છા હતી કે મારા લગ્ન થાય. હું આજે લગ્ન કરીને ઘણો ખુશ છું. મેં મારા જીવનના ઉત્સવમાં આખા ગામને જમાડ્યું છે. ઉલ્લખનીય છે કે સાયબાભાઈ વિધુર હતા, જ્યારે કંકુબેન પણ વિધવા હતા. જે બંને એકલવાયું જીવન જીવતા હતા.
મહીસાગર જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાયા છે. જેમાં યુવાન યુવતી નહિ પરંતુ વૃદ્ધ અને વૃદ્ધાએ લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા છે. વાત છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામની કે જ્યાં, રહેતા ૭૫ વર્ષીય સાયબાભાઈ ડામોર જે પોતાનું એકલવાયુ જીવન જીવતા હતા. જેઓ ઘડપણનો કોઈ સહારો ન હોવાથી પોતે ૭૫ વર્ષે પરણ્યા છે.
ગામ લોકના સાહિયોગથી એકલવાયું જીવન જીવતા આ વૃદ્ધને ધામધૂમપૂર્વક ડી.જે સાથે વરઘોડો કાઢી અને પરણાવવા આવ્યા છે. ત્યારે આ અનોખા વૃદ્ધના લગ્નમાં આખુય ગામ જોડાયું હતું. ગામના જ એક મંદિરમાં સમાજના રિતીરિવાજ મુજબ લગ્ન કર્યા છે.
ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક ૭૫ વર્ષીય વૃદ્ધ લગ્નગ્રંથીએ જોડાયા છે. આ લગ્નમાં આખુય ગામ જોડાયું હતું. સાયબાભાઈ છેલ્લા ૭૫ વર્ષથી એકલવાયું જીવન જીવતા હતા. જેથી ઘડપણના સહારા માટે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
૭૫ વર્ષની ઉંમરે આગળ પાછળ કોઈ સહારારૂપ હતું નહીં માટે એકલવાયું જીવન અને ઘડપણનો આશરો બની રહે તેવા હેતુથી આખાય ગામની સંમતિથી સાયબાભાઈ ડામોર પોતાનું જીવનનિર્વાહ કરવા માટે અંદાજીત ૬૦ વર્ષના કંકુબેન સાથે લગ્ન કર્યા છે.