Western Times News

Gujarati News

મતદાન કરીને પરત ફરી રહેલા મુસાફરોની બસ સળગીઃ 6 લોકો જીવતા ભડથું (જૂઓ વિડીયો)

હૈદરાબાદ જઇ રહેલી બસ અને ટ્રકની ટક્કર થઇ હતીઃ 32 લોકો ઘાયલ

(એજન્સી)બાપટલા, આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર બુધવારે (૧૫ મે) સવારે એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે.

બાપટલાથી તેલંગણાની રાજધાની હૈદરાબાદ જઇ રહેલી બસ અને ટ્રકની ટક્કર થઇ હતી. જેના લીધે 6 લોકો જીવતા બળીને ખાખ થઇ ગયા હતા. આ રોડ અકસ્માતમાં ૩૨ લોકો ઘાયલ થયા છે, જેમની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દક્ષિણી રાજ્યમાં થયેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બસને આગની જ્વાળાઓથી ઘરાયેલી જોઇ શકાય છે. ટક્કરના લીધે લાગેલી આગ એટલી ભયંકર છે કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયા છે. આગની જ્વાળાઓને ખૂ ઉપર ઉઠતી જોઇ શકાય છે. એક અન્ય વીડિયોમાં ફાયરની ગાડીઓને આગળ ઓલવતા જોઇ શકાય છે. દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતા.

જોકે એક પ્રાઇવેટ બસ બાપટલા જિલ્લાના ચિન્નાગંજમથી હૈદ્રાબાદ જઇ રહી હતી. ત્યારે હૈદરાબાદ વિજયવાડા હાઇવે પર ચિલકલુરિપેટ મંડળ પાસે બસની ટક્કર એક ટ્રક સાથે થઇ હતી. અકસ્માત બાદ તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. ઘાયલોએ જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં ૪૨ લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાઇવે પર થયેલા આ ભયાનક અકસ્માતમાં ટ્રક અને બસના ચાલકનું મોત થયું હતું.

બસમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની જાણકારી પણ સામે આવી છે. મૃત્યું પામેલા લોકો બાપટલા જિલ્લાના જ રહેવાસી છે. મૃતકોમાં ૩૫ વર્ષીય બસ ડ્રાઇવર અંજી, ૬૫ વર્ષીય ઉપ્પગુંડુર કાશી, ૫૫ વર્ષીય ઉપ્પગુડુર લક્ષ્મી અને ૮ વર્ષીય મુપ્પારાજૂ ખ્યાતિ સાશ્રી નામની એક બાળકી પણ સામેલ છે. બાકી બે લોકોની જાણકારી હજુ સામે આવી નથી.

| #AndhraPradesh | Six people died after a bus travelling from Chinnaganjam of Bapatla district to #Hyderabad collided with a tipper lorry at Varipalem Donka of Chilkaluripet and bus and lorry caught fire. The injured were shifted to Guntur for further treatment: Chilakaluripeta Rural Police Station


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.