Western Times News

Gujarati News

ફિલ્મ “લાલ સિંહ ચડ્ડા” માટે કરીના કપૂરે આૅડિશન આપ્યું

મુંબઇ, લાલ સિંહ ચડ્ડા એકમાત્ર ફિલ્મ છે જેના માટે અભિનેત્રી કરીના કપૂરે આૅડિશન આપ્યું. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરનું કહેવું છે કે તેણે ખાલી પોતાના સહ અભિનેતા આમિર ખાન માટે આ સ્ક્રીનિંગ પ્રક્રિયાની પસાર થવાનું નક્કી કર્યું. “લાલ સિંહ ચડ્ડા” ૧૯૯૪માં આવેલી ટામ હેંક્સની ફિલ્મ “ફોરેસ્ટ ગંપ”ની અધિકૃત રિમેક છે. જેનું નિર્દેશન અદ્રૈત ચંદને કરી રહ્યા છે. અને આ ફિલ્મમાં આમિર ખાન મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. કરીના કપૂરે જણાવ્યું કે લાલ સિંહ ચડ્ડા સંભવત મારા કેરિયરની એકમાત્ર એવી ફિલ્મ છે જે માટે મારે ઓડિશન આપવું પડ્‌યું, મેં આમિર સિવાય કોઇના માટે કે કોઇ પણ ફિલ્મ માટે આવું નથી કર્યું.

કરીનાએ કહ્યું કે ફિલ્મ થ્રી ઇડિયટ માં અભિનેતા આમિર ખાન સાથે કામ કરવું અવિશ્વસનીય અનુભવ હતો અને આજ કારણે મેં આ ફિલ્મ માટે ઓડિશન આપવા હા પાડી.  વધુમાં કરીનાએ કહ્યું કે આમિરને ભારતમાં સિનેમા જગત વિષે સૌથી સારી સમજ છે. અને તે આવા સમર્પિત અદાકારની સાથે ફિલ્મ કરીને ગર્વ અનુભવે છે. કરીનાએ કહ્યું કે તે આમિરના કેરિયરને ૧૯૮૯માં આવેલી તેમની ફિલ્મ રાખથી જોઇ રહી છે. તે તેમની મોટી પ્રશંસક છે. કરીનાની શુક્રવારે પ્રદર્શિત ફિલ્મ ગૂડ ન્યૂઝમાં તે અક્ષય કુમાર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સાથે નજરે પડશે. ઉલ્લેખનીય છે કે કરીના કપૂર, કપૂર ખાનદાનની પુત્રી છે. કરીનાએ તેના કેરિયરની શરૂઆત ૨૦૦૦માં ફિલ્મ રિફ્યૂઝી સાથે કરી હતી. અને આજે તેમને આ કેરિયરમાં ૧૯ વર્ષ થઇ ચૂક્યા. ત્યારે થ્રી ઇડિયટ પછી હવે તે લાલ સિંહ ચડ્ડામાં આમિર સામે મહત્વનો રોલ ભજવતી નજરે પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.