Western Times News

Gujarati News

એક્સિસ બેંકનો ARISE ComeAsYouAre પ્રોગ્રામ બેંકિંગમાં LGBTQIA+ પ્રોફેશનલ્સ માટે નવા યુગનો પ્રારંભ

  • #DilSeOpen કલ્ચરઃ વિવિધતા, સમાનતા અને સમાવેશને આવકાર
  • કર્મચારીઓને નોકરી આપવાની જૂની પ્રથાઓને તોડીને કુશળતાઓ પર ધ્યાન આપે છે
  • વૈવિધ્યસભર પ્રતિભાઓ માટે મુક્ત અભિગમ
  • બેંકિંગ સેક્ટરમાં કુશળતાઓ વિકસાવવા અને જ્ઞાન મેળવવા માટે શીખવાની અગાધ તકો
  • પ્રોગ્રામ પ્રતિભાશાળી લોકોને પ્રોત્સાહન આપવાના આકર્ષક વળતર પેકેજ દર્શાવે છે

મુંબઈ, 16 મે, 2024 ‘DilSeOpen’ ફિલોસોફી સાથે એક્સિસ બેંકે કશિશ મુંબઈ ઇન્ટરનેશનલ ક્વીઅર ફિલ્મ ફેસ્ટિવલ ખાતે LGBTQIA+ સમુદાય માટે નવી પ્રતિભાઓને સમાવવાના ડાયનેમિક પ્રોગ્રામ ‘ARISE ComeAsYouAre Program’ ના લોન્ચની જાહેરાત કરી છે.  A Step Towards True Inclusion Axis Banks ARISE ComeAsYouAre Program Ushers in a New Era for LGBTQIA+ Professionals in Banking

ARISE ComeAsYouAre’ એ ઓપન કેમ્પસ પ્રોગ્રામ છે જે કુશળતા આધારિત નોકરીઓ આપવા પર ધ્યાન આપે છે જેમાં ચોક્કસ ડિગ્રી કે કોલેજની ઉપાધિ જેવા પરંપરાગત પરિબળોના બદલે વ્યક્તિની પોતાની કુશળતાઓ અને સંભાવનાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. નોકરીઓનું બજાર ઊભરી રહ્યું છે ત્યારે એ જોવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે કે એવા ઉમેદવારો શોધવામાં આવે જેઓ યોગ્ય કુશળતાઓ ધરાવતા હોય, પછી ભલે તેમનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ગમે તે હોય. આ રિક્રૂટમેન્ટ પ્રોગ્રામ એક્સિસ બેંકમાં બેંકિંગમાં અરજી કરવા અને કારકિર્દી બનાવવા માંગતા ભારતની કોઈપણ કોલેજના LGBTQIA+ પ્રતિભાશાળી લોકોને આવકારવા માટે તૈયાર કરાયો છે.

એક્સિસ બેંકે વિવિધતા, સમાનતા અને સમાવેશને અપનાવવા માટે તેની સફરમાં અનેક પગલાં લીધા છે. 2021માં બેંકે તેની ‘ComeAsYouAre’ પહેલ જાહેર કરી હતી જે સમુદાયના ગ્રાહકો અને કર્મચારીઓ માટે પોલિસી અને પ્રેક્ટિસની રૂપરેખા છે. તેમાં સમાન સમલૈંગિક ભાગીદારોને જોઈન્ટ સેવિંગ્સ એકાઉન્ટ અનેઅથવા ટર્મ ડિપોઝીટ ખોલવા, એકબીજાને નોમિની તરીકે નિયુક્ત કરવા અને વિવિધ જાતિના ગ્રાહકો માટે આદરણીય Mx તરીકે ઉમેરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. 2022માં એક્સિસ બેંકે LGBTQIA+ સમુદાયના તેના ગ્રાહકો માટે ગ્રુપ મેડિકેર પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે ટાટા એઆઈજી જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ટાટા એઆઈજી) સાથે ભાગીદારી કરી હતી.

‘ARISE ComeAsYouAre’ પ્રોગ્રામના લોન્ચ સાથે એક્સિસ બેંક સંસ્થા તથા તેની ઇકોસિસ્ટમમાં વિવિધતા, સમાનતા અને સમાવેશને અપનાવે તેવી પહેલનો અમલ કરવામાં આગળ વધવાનું ચાલુ રાખે છે. નવા ગ્રેજ્યુએટ થયેલા અને પાંચ વર્ષ સુધીનો અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સને તેમની કુશળતા, સંભાવના અને નવા પરિપ્રેક્ષ્ય પર ધ્યાન આપે તેવા ગતિશીલ અને સમાવેશક માહોલમાં પોતાની કારકિર્દી શરૂ કરવા માટેની સમાન તક મળશે. તેમાં બેંકિંગ સેક્ટરની તેમની કુશળતાઓ અને જ્ઞાનને વિકસાવવામાં મદદ કરે તેવી અનેક શીખવાની તકો પણ તેમને પૂરી પાડવામાં આવશે.

આ પહેલ અંગે એક્સિસ બેંકના પ્રેસિડેન્ટ અને હેડ હ્યુમન રિસોર્સીસ રાજકમલ વેમ્પતિ એ જણાવ્યું હતું કે એક્સિસ બેંકમાં અમે વિવિધતા, સમાનતા અને સમાવેશ પર અમારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે લૈંગિકતાના દ્રષ્ટિકોણથી આગળ વધીને અલગ ઓળખ અને વિશિષ્ટ જીવન સફરના મહત્વને ઓળખે છે અને સન્માન આપે છે. અમારા માટે ઓળખાઈ જાય તેવા ચિહ્નોની જેમ દેખાતા ચિહ્નો જેટલું મહત્વનું છે. અમે માનીએ છીએ કે તે નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને અમારા જેવી સમૃદ્ધ લોકોની ટીમમાં અસ્તિત્વ ધરાવતા બહુવિધ પ્રતિભાઓનો લાભ લે છે.

આ ઉપરાંત અમારું કામ સમાન પ્રક્રિયાઓ, પ્રોડક્ટ્સ અને પોલિસી બનાવવા પર આંતરિકપણે ધ્યાન આપે છે જેનાથી અમે સૌ કોઈને આગળ આવવા માટે તક આપી શકીએ. આ પ્રયાસમાં અમે અમારા અનોખા પ્રોગ્રામ ‘ARISE ComeAsYouAre થકી અરજી કરવા માટે LGBTQIA+ સમુદાય તરફથી પ્રતિભાશાળી લોકોને આમંત્રિત કરીએ છીએ જેમાં અમે બેકગ્રાઉન્ડથી આગળ વધીને કુશળતાઓને પ્રાથમિકતા આપે છે જે વધુ સમાવેશક પ્રતિભાઓને પ્રોત્સાહન આપે છે. બેંકિંનું ભવિષ્ય વૈવિધ્યસભર છે અને ARISE અમારો બ્રિજ છે જે તમામ પ્રકારના લોકો તરફથી પ્રતિભાશાળી લોકોને અમારી સાથે જોડે છે.

આ પહેલ અંગે એક્સિસ બેંકના એસવીપી અને હેડ – ડાયવર્ઝિટી, ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝન હરિશ ઐયરે જણાવ્યું હતું કે “એક્સિસ બેંકમાં અમે માનીએ છીએ કે નવા દ્રષ્ટિકોણ સાથેના વિવિધતાસભર અને સમાવેશક વર્કફોર્સ નવીનતા લાવી શકે છે. ‘ARISE ComeAsYouAre’ બેંકિંગના ભવિષ્યને આકાર આપવા માટે વિવિધ બેકગ્રાઉન્ડના પ્રતિભાશાળી લોકોને લાવે છે. તે પરંપરાગત બેકગ્રાઉન્ડના બદલે કુશળતા અને સંભાવના પર ધ્યાન આપે છે જેથી અમે વિવિધ પ્રકારના વિચારો અને અભિગમો અપનાવી શકીએ છીએ. ઉમેદવારોના બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના તેમનું ન્યાયી મૂલ્યાંકન કરે તથા પૂર્વગ્રહોને ઓછા કરે તેવી યોગ્ય મૂલ્યાંકન પ્રક્રિયા અપનાવવી જરૂરી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.