Western Times News

Gujarati News

અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ચોમાસાની સીઝનમાં ૮૬૧૭ વૃક્ષો જમીન દોસ્ત થયા

પ્રતિકાત્મક

મ્યુનિ. કોર્પો.એ ચાલુ વર્ષે અગમચેતી વાપરી ભયજનક વૃક્ષોનો સર્વે કરાવ્યો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસામાં વરસાદની સાથે સામાન્ય પવન આવે તે સાથે જ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઈ જાય છે. મ્યુનિ. કોર્પો. દ્વારા તૈયાર કરવામાં આવનાર પ્રિમોન્સુન એકશન પ્લાનમાં જોખમી વૃક્ષોના ટ્રીમીંગ કરવાના મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવે છે

પરંતુ આ પ્રકારનું ટ્રીમીંગ મહદઅંશે નાગરિકોની ફરિયાદના આધારે જ થાય છે. ભુતકાળના અનુભવને ધ્યાનમાં લઈ ચાલુ વર્ષે વૃક્ષો ધરાશાયી ન થાય તેમજ નાગરિકોના જાનમાલની પણ રક્ષા થાય તે આશયથી ચોમાસા પહેલાં જ આવા જોખમી વૃક્ષોનો સર્વે કરવામાં આવે છે. છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન વરસાદની સીઝનમાં ૮ હજાર કરતા પણ વધુ વૃક્ષો જમીન દોસ્ત થયા હતાં.

શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ઝાડ પડી જાય છે જેના કારણે કયારેક નાગરિકોના જાનમાલની પણ ખુવારી થતી હોય છે. શહેરમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૮૬૧૭ જેટલા નાનામોટા વૃક્ષો જમીન દોસ્ત થયા છે જેમાં પણ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં વરસાદી સીઝનમાં ઝાડ પડી જવાની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે. ર૦ર૦-ર૧માં ૧૧૯૪ ઝાડ પડી ગયા હતાં

જયારે તાઉતે વાવાઝોડા દરમિયાન ર૦ર૧-રરમાં ર૬ર૪ મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા આવા કડવા અનુભવોને ધ્યાનમાં લઈ મ્યુનિ. બગીચા વિભાગ દ્વારા ચાલુ વર્ષે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે તથા જમીનદોસ્ત થાય તેવા વૃક્ષોનો એક ખાસ સર્વે કરવામાં આવે છે જે મુજબ નવ જેટલા વૃક્ષો જળમૂળથી કાપવા પડે તેમ છે

જયારે ર૭ર વૃક્ષો અત્યંત ભયજનક અને નમી ગયેલા છે આ વૃક્ષોને દુર કરીને ચોમાસા પહેલા મ્યુનિ. બગીચા વિભાગ નાગરિકોને શાંતિ અને સલામતી આપવા માટે પ્રયાસ કરી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.