Western Times News

Gujarati News

જ્યોર્જિયામાં થયેલા અકસ્માતમાં 3 ઈન્ડિયન સ્ટૂડન્ટ્‌સનાં મોત

(એજન્સી)વોશિંગ્ટન, જ્યોર્જિયાના આલ્ફારેટામાં થયેલા એક કાર એક્સિડન્ટમાં ત્રણ ભારતીય સ્ટૂડન્ટ્‌સના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ સ્ટૂડન્ટ્‌સ માત્ર ૧૮ વર્ષના હતા અને મૃતકોમાં એક યુવક તેમજ બે યુવતીનો સમાવેશ થાય છે જેમની ઓળખ આર્યન જોષી, શ્રીયા અવસારલા અને અવની શર્મા તરીકે કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આર્યન અને શ્રીયાના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અવનીએ નોર્થ ફુલટન હોસ્પિટલમાં બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા અન્ય બે સ્ટૂડન્ટ્‌સની ઓળખ પણ જાહેર કરવામાં આવી છે, જેમના નામ રિતવાક સમપાલ્લી અને મોહમંદ લિયાકત હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા આ સ્ટૂડન્ટ્‌સ અમેરિકા ભણવા માટે ગયા હતા કે પછી ત્યાંના જ સિટીઝન હતા તેની પણ કોઈ વિગતો નથી મળી શકી.

પોલીસનું માનવું છે કે આ અકસ્માત ઓવર સ્પિડિંગને કારણે થયો હોઈ શકે છે, જે કારમાં આ સ્ટૂડન્ટ્‌સ સવાર હતા તેના ડ્રાઈવરે ફુલ સ્પીડ પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે પલ્ટી ખાઈને રસ્તાની બાજુમાં આવેલી ટ્રી લાઈનમાં ખાબકી હતી તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અમેરિકન મીડિયાના રિપોર્ટ્‌સ અનુસાર આ અકસ્માતમાં જીવ ગુમાવનારો આર્યન આલ્ફારેટા હાઈ સ્કૂલનો સ્ટૂડન્ટ હતો અને એક વીક બાદ તે ગ્રેજ્યુએટ થવાનો હતો, જ્યારે અવની અને શ્રીયાએ હાલમાં જ જ્યોર્જિયા યુનિવર્સિટીમાંથી પોતાનું પહેલું વર્ષ પૂરૂં કર્યું હતું.

Aryan Joshi and Sriya Avasarala died from their injures, officials confirmed. A third person, Anvi Sharma, died at Wellstar North Fulton Medical Center, where two others were also being treated, according to police.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.