Western Times News

Gujarati News

નેપાળે એમડીએચ અને એવરેસ્ટના મસાલા ઉપર પ્રતિબંધ લાદ્યો

નવી દિલ્હી, સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને એમડીએચના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.

નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે. આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ શરૂ કરવામાં આવી છે.નેપાળના ફૂડ ટેન્કોલોજી વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું કે એવરેસ્ટ અને એમડીએચ બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

અમે બજારમાં આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ મસાલામાં હાનિકારક રસાયણો હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ બંને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમિકલની તપાસ ચાલી રહી છે. તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.તમને જણાવી દઈએ કે એમડીએચ અને એવરેસ્ટના નામ દાયકાઓથી ઘર-પરિવારનું નામ બની ગયા છે.

આ બ્રાન્ડ્‌સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. એમડીએચ અને એવરેસ્ટ મસાલાની તપાસ બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ શકે છે.

કડક પગલાં લેતા, બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સીએ કહ્યું છે કે તે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુનાશકોનું પરીક્ષણ કડક કરી રહ્યું છે, જેમાં ઇથિલિન ઓક્સાઈડ પણ સામેલ છે.

ન્યુઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટના કાર્યવાહક ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જેન્ની બિશપે જણાવ્યું હતું કે ઇથિલિન ઓક્સાઇડ એક રસાયણ છે, જે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. એમડીએચ અને એવરેસ્ટ મસાલા પણ ન્યુઝીલેન્ડના બજારોમાં વેચાય છે.

અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.હોંગકોંગ બાદ સિંગાપોરની ફૂડ એજન્સીએ પણ એવરેસ્ટની ફિશ કરી મસાલા પર હાલ માટે પ્રતિબંધ મૂક્યો હતો. સિંગાપોરે એવરેસ્ટની ફિશ કરી મસાલાનો ઓર્ડર પરત કર્યો હતો.

એવો દાવો કરવામાં આવે છે કે માછલીની કરી મસાલામાં ઇથિલિન ઓક્સાઈડ નિર્ધારિત માત્રા કરતાં ઘણું વધારે છે.એજન્સીનું કહેવું છે કે હાલમાં ઓછી માત્રામાં ઇથિલિન ઓક્સાઈડથી કોઈ ખતરો નથી, પરંતુ લાંબા ગાળાના સેવનથી કેન્સરનું જોખમ વધી જાય છે.

ઇથિલિન ઓક્સાઇડ એ રંગહીન ગેસ છે. ઓરડાના તાપમાને રાખવામાં આવે ત્યારે તે એક મીઠી ગંધ આપે છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, આ ગેસનો ઉપયોગ ઇથિલિન ગ્લાયકોલ (એન્ટિ-ફ્રીઝ) જેવા રસાયણો બનાવવા માટે થાય છે.

આ ઉપરાંત તેનો ઉપયોગ કાપડ, ડીટરજન્ટ, ફોમ, દવાઓ, એડહેસિવ અને સોલવન્ટ બનાવવામાં પણ થાય છે. ઈ.કોલી અને સલમોનેલા જેવા સુક્ષ્મજીવાણુ દૂષણને રોકવા માટે તેનો ઉપયોગ ખાદ્ય મસાલાઓમાં પણ ઓછી માત્રામાં થાય છે. તેનો ઉપયોગ હોસ્પિટલોમાં સર્જિકલ સાધનોને સાફ કરવા માટે પણ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.