Western Times News

Gujarati News

સરહદ પર તંગદીલીઃ પાક.ના ચાર જવાનો ઠાર

રાજૈરી, પાકિસ્તાન સેના દ્વારા આજે રાજારી સહિત ૧૦ જેટલી પોસ્ટો ઉપર અંધાધૂધ ગોળીબાર કરતાં ભારતીય સેનાના એલર્ટ થઈ ગઈ હતી અને જડબાતોડ જવાબ આપતાં પાકિસ્તાનની અનેક પોસ્ટો ઉડાડી દીધી હતી. ભારતીય સેનાએ કરેલાં ગોળીબારમાં પાકિસ્તાન સરહદ ઉપર વ્યાપક નુકસાન થયું છે. અને પાકિસ્તાનના ચાર સૈનિકો ઠાર થયાં છે. જ્યારે સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. હજુપણ પરિÂસ્થતિ તંગદીલીભરી છે. પાકિસ્તાન સેનાની ટુકડીઓ ગઈકાલથી જ સરહદ ઉપર તૈનાત કરી દેવામાં આવી છે અને આતંકવાદીઓને ઘુસાડવા માટે ભારતીય સેના ઉપર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જાકે ભારતીય સેના પાકિસ્તાન લશકરની હિલચાલ ઉપર નજર રાખી રહ્યું છે. અને દરેક પડકારોનો જવાબ આપવા માટે ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે. ભારતીય સેનાએ આપેલાં વળતાં જવાબમાં પાકિસ્તાન સેનાનાં ચાર રેન્જર્સ ઠાર થયાં છે. જાકે આ આંકડો વધવાની શક્યતા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.