Western Times News

Gujarati News

છેતરપીંડી કરી સોનાના દાગીના પડાવી લેતી અમદાવાદની છારા ગેંગના બે સાગરિતો ઝડપાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. બાજપાઈ નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય.

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ. પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૪૦૪૬૨૪૦૩૮૦/૨૦૨૪ ઈ.પી.કો કલમ ઈ.પી.કો કલમ ૪૨૦, ૧૨૦ (બી) મુજબનો ગુનો તા. ૧૪/૦૫/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ હોય

આ કામે ફરીયાદી શ્રી નાઓ સંતરામ રોડ ઉપર કપડાની ખરીદી કરવા ગયેલા હતા દરમ્યાન એક ઇસમ તથા એક બહેન ફરીયાદી પાસે આવેલા હતા અને ત્રીજો ઇસમ ફરીયાદી પાસે અગાઉ ફરીયાદી પાસે આવેલા ઇસમોને જણાવેલ કે મારા શેઠ પાસેથી હુ પાર્સલ લઈ આવેલ છુ અને મારી પાસે ભાડાના પૈસા નથી તેમ કહી ભાડાના પૈસાની મદદ માંગવાના બહાને આવેલ ઇસમે પાર્સલ બતાવતા જે કાળા કલરમાં ૫૦૦/- ના નોટોનુ બંડલ હોવાનુ જણાયેલ.

ફરીયાદીને ૫૦૦/- ના નોટોનુ બંડલ આપી ભાડા પૈસા આપવાનુ જણાવી ફરીયાદી સાથે આરોપીઓએ છેતરપીડી કરી ફરીયાદીની સોનાની ચેઇન લઈ ગયેલ હોય જે ગુના બાબતે ફરીયાદીએ ફરીયાદ આપતા ઉપરોકત નંબરથી ગુનો રજી થયેલ.

ઉપરોકત ગુનો રજી થયા બાદ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓએ ગુનાની ગંભીરતા દાખવી સર્વેલન્સ પો.સબ.ઇન્સ એસ.બી.દેસાઈ તથા પો.સબ.ઈન્સ એન.જે.પંચાલ નાઓને તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને બનેલ ગુનો ડીટેકટ કરવા જરૂરી સુચનાઓ આપેલ જે સુચના આધારે સર્વેલન્સ પો.સબ.ઇન્સ એસ.બી.દેસાઇ નાઓ સ્ટાફના માણસોએ નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમની મદદ લઈ પ્રથમ શંકાસ્પદ રીક્ષા નંબર મેળવતા

જે રીક્ષા નંબર જી.જે.૨૭. ટીએ.૯૪૨૧ ની ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાતા રીક્ષા બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સ આધારે માહિતી મેળવી વોચ તપાસમાં હતા. દરમ્યાન પો.કો. દશરથભાઈ, સુરાભાઈ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે ” જી.જે.૨૭. ટીએ.૯૪૨૧ નંબરની રીક્ષા લઈ પૈસાના બંડલ બતાવી કિંમતી વસ્તુઓ લઇ જતા ઇસમો તથા બહેન રીક્ષા લઇ નડિયાદ શહેરમાં આવેલ છે.

અને હાલમાં તેઓ કબ્રસ્તાન ચોકડીથી સોની બજાર તરફ જનાર છે” જે મળેલ બાતમી હકિકત આધારે રીક્ષા લઈ આવનાર ઇસમને તથા તેની પાછળ બેઠેલ મહિલાને રોકી લીધેલ અને તેઓની અંગજડતી કરતા ચાલક પાસેથી સોનાની ચેઇન મળી આવેલ તથા ચાલક તથા પાછળ બેઠેલ મહીલા પાસેથી બે મોબાઈલ ફોન મળી આવેલ તથા ગુનાના કામે મોબાઇલ ફોન તથા રીક્ષા તથા આરોપીઓ લઈ ગયેલ

સોનાની ચેઇન કબ્જે કરી આરોપીઓની પુછપરછ કરતા તેઓએ ગુનાનો એકરાર કરેલ તથા બીજા બે મુખ્ય આરોપીઓ સાથે મળી કાવતરૂ કરી પૈસા જેવા નોટોના બંડલો રસ્તે આવતા જતા ઇસમોને આપી તેઓની સાથે છેતરપીડી કરી સોનાના દાગીના કે કિંમતી ચીજવસતુઓ મળે તો લઇ રીક્ષામાં ભાગી જતા હોવાની કબુલાત કરેલ છે.

તેમજ આરોપીઓની વધુ પુછપરછ કરતા આરોપી અગાઉથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ આવા જ પ્રકારના ગુના કરવાની ટેવવાળા છે. તેમજ આવા મિલકત સબંધી છેતરપીંડી કરતા ગુના કરતા રીઢા આરોપીની તપાસ કરી ગણતરી કલાકોમાં ગુનો ડીટેકટ કરેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.