Western Times News

Gujarati News

અમદાવાદ-મહેમદાવાદ-નડિયાદ માર્ગ પર શેઢી નદીનો બ્રિજ ર જૂન સુધી બંધ

નડિયાદ, અમદાવાદ-મહેમદાવાદ-નડિયાદ રાજ્ય ધોરી માર્ગ-૦૩ ઉપર સિલોડ ગામ પાસે કિ.મી. ૪૦/ર૦૦ ઉપર આવેલ શેઢી નદીના બ્રિજની રીપેરીંગની કામગીરી કરવાના કામે અંધજ ચોકડીથી કમળા ચોકડી સુધીના રસ્તાને તા.૧૦-પ-ર૦ર૪થી તા.ર-૬-ર૦ર૪ સુધી બંધ કરવામાં આવે ત્યાં સુધી વૈકÂલ્પક રસ્તાઓ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

તા.૧પ-૦પ-ર૦ર૪થી તા.૪-૦૬-ર૦ર૪ ર૪ઃ૦૦ના સમય દરમિયાન નડિયાદથી કમળા ચોકડી, અંધજ ચોકડી, ખાત્રજ ચોકડી થઈ અમદાવાદ તરફ જતો તમામ વાહન વ્યવહાર અને અમદાવાદ ખાત્રજ ચોકડીથી અંધજ ચોકડી, કમળા ચોકડી નડિયાદ તરફ આવતો તમામ વાહન વ્યવહાર ઉપર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે

વાહન વ્યવહાર પસાર થવાના વૈકÂલ્પક માર્ગ તરીકે નડિયાદ કમળા ચોકડીથી અંધજ ચોકડી, ખાત્રજ ચોકડી થઈ અમદાવાદ તરફ જતો તમામ વાહન વ્યવહાર પૈકી મોટા વાહનો-નડિયાદ કમળા ચોકડી, બિલોદરા ચોકડી, મહુધા, સિહુંજ ચોકડી, ખાત્રજ ચોકડીથી અમદાવાદ તરફ અને નડિયાદ કમળા ડભાણ ચોકડી, ખેડા ચોકડી, ખાત્રજ ચોકડીથી અમદાવાદ તરફ જઈ શકશે.

ઉપરાંત નાના વાહનો માટે નડિયાદ કમળા ચોકડી, બિલોદરા ચોકડી, જશભાઈ પંપ, મુલજ, અરેરા, અંધજ ચોકડી, ખાત્રજ ચોકડીથી અમદાવાદ તરફ અને નડિયાદ ડભાણ ચોકડી, ને.હા.નં.૮, ખેડા કેમ્પ, ખુમારવગાડ, વરસોલા ચોકડી, ખાત્રજ ચોકડીથી અમદાવાદ તરફ જઈ શકાશે. વધુમાં અમદાવાદ-ખાત્રજ ચોકડી, અંધજ ચોકડીથી કમળા ચોકડી, નડિયાદ તરફ આવતો તમામ વાહન વ્યવહાર પૈકી મોટા વાહનો

અમદાવાદ, ખાત્રજ ચોકડી નડિયાદ તરફ અને અમદાવાદ, ખાત્રજ ચોકડી, ખેડા ચોકડી, ડભાણ ચોકડી, કમળા ચોકડી નડિયાદ તરફ જઈ શકશે. નાના વાહનો-અમદાવાદ, ખાત્રજ ચોકડી, અંધજ ચોકડી, અરેરા, મુલજ, જશભાઈ પંપ, બિલોદરા ચોકડી, કમળા ચોકડી નડિયાદ તરફ અને અમદાવાદ, ખાત્રજ ચોકડી, વરસોલા ચોકડી, ખુમારવાડ, ખેડા કેમ્પ, ને.હા.નં.૮, ડભાણ ચોકડી, કમળા ચોકડી નડિયાદ તરફ જઈ શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ગુનો દાખલ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.