Western Times News

Gujarati News

લાઠી રજવાડાના રાજકુમાર પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા અને વીરગતિ પ્રાપ્ત કરી

સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન

શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને અર્ચન કરી ધ્વજા પૂજા કરાઇ
સોમનાથ,   પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથથી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા.
પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી.
ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલના વંશજો અને ક્ષત્રિય સમાજ સાથે વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. મંદિર પરિસરમાં સ્થિત હમીરજી ગોહિલની દેરીમાં એમને સ્નાન કરાવી પૂજા સામગ્રી અને વસ્ત્ર અર્પણ કરી, નૂતન ધ્વજા રોહણ તેમજ શ્રી સોમનાથ મંદિર પર નૂતન ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.