Western Times News

Gujarati News

રોકાણ બાદ ૭૦ ટકા નફાની લાલચે દંપતીએ ૨૫ લાખની છેતરપિંડી કરી

ઉના, શહેરમાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારીએ નિવૃત્તિ બાદ રોકાણ કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ તેમને કંપનીમાંથી વેલકમ મેસેજ આવ્યો હતો.

જે મેસેજ બાદ તેમને કંપનીના માલિક અને તેની પત્નીએ રોકાણના નફામાંથી ૭૦ ટકા નફો આપવાની લાલચ આપીને ૨૫ લાખનું રોકાણ કરાવ્યું હતું.

જો કે બાદમાં મહિલાને નાણાંની જરૂર પડતા તેમણે નાણાં વિડ્રો કરવા માટે પ્રોસેસ કરતા દંપતીએ ૨૫ લાખ પરત ન આપીને ઠગાઇ આચરી હતી. જે મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જગતપુર રોડ પર આવેલા ગણેશ જીનેસીસમાં રહેતા શોભનાબેન મહેતા નિવૃત્ત સરકારી કર્મચારી છે. નિવૃત્તિ બાદ તેમણે રોકાણ કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

ત્યારબાદ કંપનીના માલિક આશિષ ઉર્ફે અશેષ મહેતા અને શિવાંગી આશિષ મહેતા (રહે. મુબઇ)એ વેલકમ મેસેજ મોકલીને કંપનીના ડોક્યુમેન્ટ મોકલ્યા હતા.

જેમાં કંપનીમાં રોકાણ કરવાથી રોકાણના નફામાંથી ૭૦ ટકા નફો રોકાણ કરનારને અને ૩૦ ટકા નફો કંપનીનો રહેશે તે બાબતનો ઉલ્લેખ કર્યો હતો. શોભનાબેને ૨૫ લાખનું રોકાણ કર્યા બાદ તેમને પૈસાની જરૂર પડતા તે નાણાં વિડ્રો કરવા માટે બ્લીસ કન્સલટન્ટને ઇમેઇલ કર્યો હતો.

કંપની તરફથી તેનો કોઇ જવાબ ન મફ્રતા શોભનાબેને તપાસ કરતા કંપની ઉઠી ગઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી શોભનાબેને આ મામલે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસે દંપતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.