Western Times News

Gujarati News

મુંબઈમાં હોર્ડિંગની ઘટનામાં કાર્તિક આર્યનના કાકા અને કાકીનું થયું અવસાન

મુંબઈ, ૧૩ મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં એક મોટો અકસ્માત થયો હતો. અચાનક આવેલા જોરદાર તોફાન અને વરસાદને કારણે ઘાટકોપરના છેડા નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર એક મોટું હો‹ડગ પડી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે.

લગભગ ૭૪ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટનાએ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના પરિવારને પણ દુઃખ પહોંચાડ્યું છે. બુધવારે સ્થળ પરથી બે મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા આ બંને લોકો કાર્તિક આર્યનના સંબંધીઓ હોવાનું જાણવા મળ્યું હતું.

અભિનેતા ગુરુવારે તેમના અંતિમ સંસ્કારમાં પણ ગયો હતો. મૃતકોની ઓળખ રિટાયર્ડ એર ટ્રાફિક કંટ્રોલના જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા અને તેમની પત્ની અનિતા તરીકે થઈ છે. બંને કાર્તિકના કાકા અને કાકી હતા.

અચાનક બનેલી આ ઘટનાથી કાર્તિકના પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે. તેમના પરિવારમાં શોકનું વાતાવરણ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોએ કાર્તિક અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દુર્ઘટના સ્થળે હજુ પણ સર્ચ અને બચાવ કામગીરી ચાલુ છે.

મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. આ હોર્ડિગ ગેરકાયદે હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે ૧૫ હજાર ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.

આ હોર્ડિગ લગભગ ૨૫૦ ટનનું હતું. આ અકસ્માતના મુખ્ય આરોપી ભાવેશ ભીંડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. વર્ક ળન્ટની વાત કરીએ તો, અભિનેતા આ દિવસોમાં આગામી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે ચર્ચામાં છે. ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યા બાદ ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. તેના બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો દંગ રહી જાય છે.

કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૪ જૂન, ૨૦૨૪ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ માટે અભિનેતાને ઓલિમ્પિક સ્વિમિંગ ચેમ્પિયન વીરધવલ ખાડે દ્વારા તાલીમ આપવામાં આવી છે.

કાર્તિકે તેની ભૂમિકા માટે ૮-૧૦ મહિના સુધી સખત તાલીમ લીધી હતી. ૧૪ મહિનાથી મીઠાઈ ખાધી નથી. આ ફિલ્મ ભારતના પ્રથમ પેરાલિમ્પિક સ્વિમર મુરલીકાંત પેટકરના જીવન પરથી પ્રેરિત છે. તે જ સમયે, ભૂલ ભૂલૈયા ૩ પણ કાર્તિકની આગામી ફિલ્મોમાં સામેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.