Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓ એસટી બસના પાસ પોતાની શાળામાંથી મેળવી શકાશે

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) બાયડ, એસટી વિભાગના હિંમતનગર વિભાગના વિભાગીય નિયામક શ્રી કે.સી. બારોટ અખબારી યાદીમાં જણાવે છે કે એસ.ટી નિગમ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત અભિગમ થકી રાજ્યભરમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એસટી બસના પાસ પોતાની શાળામાંથી મેળવી શકાશે

એસ.ટી નિગમ દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૩ થી કાર્યરત કરવામાં આવેલ ઇ પાસ સિસ્ટમ વિદ્યાર્થી પોતે જ pass gsrtc.in ઉપર જઈને પોતાના CTS(child tracking system) નંબરના આધારે ઓનલાઇન એપ્લાય કરી પાસ અંગેની તમામ કાર્યવાહી માત્ર બે મિનિટમાં પૂર્ણ કરી શકશે

જે બાબતની ગાઈડ લાઈન એસ, ઓ, પી જિલ્લાના તમામ શાળાના આચાર્યશ્રીઓને પાઠવવામાં આવી છે તેમજ એસટી નિગમના તમામ ડેપો ખાતેથી તમામ માહિતી પૂરી પાડવામાં આવશે જેથી તમામ વિદ્યાર્થીઓ ઈ પાસ સિસ્ટમ થકી પાસની સુવિધા નો લાભ લેશે.

શિક્ષણ શાળાના સહકાર થકી તારીખ ૧૫/૫/૨૦૨૪ના રોજ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ઈડર ખાતે ઇડર ,વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકા તેમજ તારીખ ૧૬/૫/૨૦૨૪ ના રોજ પ્રાતિજ ખાતે હિંમતનગર ,પ્રાંતિજ અને તલોદ તાલુકાની તમામ શાળાના પ્રિન્સિપાલ શ્રીઓ સાથે મિટિંગનું આયોજન કરી

ઈ પાસ સિસ્ટમની ૧૦૦% ટકા અમલવારી કરવા તેમજ પાસ અંગેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવેલ જેમાં પ્રિન્સિપાલ શ્રીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળવા પામેલ છે .

કોઈપણ વિદ્યાર્થીને ટ્રાન્સપોર્ટ સુવિધા ન મળવાથી પોતાનો અભ્યાસ છોડી દે કેવું કદાપી ન બનવા પામે તે ધ્યાને રાખી તમામ પ્રિન્સિપાલ શ્રીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓ સાથે ખરાઈ કરી તેઓને ટ્રાન્સપોર્ટ સનની સુવિધા સમયસર સેવા મળે તે માટે એસ.ટી બસો ના રૂટોમાં લંબાણ/ ફટાણ કે નવીન આયોજન કરવા યોગ્ય જણાતું હોય

તો નજીકના ડેપો ખાતે લેખિત રજૂઆત કરવામાં આવે તેવી રજૂઆતોને પ્રથમ પ્રાધાન્ય આપી જરૂરી આયોજન કરવામાં આવશે ઈ પાસ અન્વયે વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે ૯૮૨૪૩૪૩૧૪૯ નંબર ઉપર માહિતી મેળવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.