Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકવાદીઓનો શું પ્લાન હતો? જાણો છો

ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી અમદાવાદથી ચેન્નઈ જવાની ટિકિટ મળી

તેમની પાસેથી ૨ મોબાઈલ ફોન, તમામ ૪ લોકોના પાસપોર્ટ અને શ્રીલંકા અને ભારતની ચલણી નોટો મળી આવી હતી.

(એજન્સી)અમદાવાદ, ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ ઉપર મહત્ત્વપૂર્ણ ઓપરેશન પાર પાડી ઈસ્લામિક સ્ટેટના ચાર ખુંખાર આતંકવાદીઓને ઝડપી લીધા છે. છેલ્લા કેટલાંક દિવસોથી અમદાવાદ, દિલ્હી, જયપુર સહિતના શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીઓ મળી હતી અને ઈ-મેઈલ પાકિસ્તાનથી થયા હોવાના કારણે દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.

બીજી બાજુ ચોક્કસ ઈનપુટ મળતાં એટીએસના અધિકારીઓએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી પકડેલા ચારેય ખુંખાર આતંકવાદીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગત બહાર આવી છે.

જ્યારે આ ચારેય આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા તેઓના આકાના સતત સંપર્કમાં હતા અને તેના કહેવાથી તેઓ સુસાઈડ એટેક કરવાના હતા. આ ચોંકાવનારી કબૂલાત બાદ એટીએસના અધિકારીઓએ ચારેયને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત એટીએસએ અમદાવાદ એરપોર્ટથી ૪ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપાયી પાડ્યા છે. આ તમામ શખ્સો આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જેના આધારે તેની એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જેને લઈને એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી.

અમદાવાદ નજીક નાના ચિલોડામાં આ લોકેશન પર હથિયાર ભરેલો પોટલો રાખવામાં આવ્યો છે, જે પાકિસ્તાન સ્થિત તેના લીડરે રાખ્યો છે.

૧૮ મેના રોજ ગુજરાત પોલીસના એટીએસમાં ફરજ બજાવતા ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે, ૪ વ્યક્તિઓ જેના નામ છે, મોહમદ નુસરત, મોહમદ નુફરાલ, મોહમદ ફારીસ અને મોહમદ રજદીન. આ ૪ વ્યક્તિઓ મૂળ શ્રીલંકામાં રહેવાસી છે. આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે.

આ ૪ લોકો સંપૂર્ણપણે ૈંજીંજી જે વિચારધારા ધરાવી રહ્યા છે. ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી અમદાવાદથી ચેન્નઈ જવાની ટિકિટ મળી છે. ભારતમાં કોઈ પણ જગ્યાએ, આતંકવાદી કૃત્ય કરવા માટે આવવાના છે. કદાચ માહિતી મુજબ ૧૮ તારીખે અથવા ૧૯ તારીખે અમદાવાદ આવવાના છે, હવાઈ માર્ગે અથવા રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળતાની સાથે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય એટીએસ મા ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ માહિતી શેર કરવામાં આવી અને તેનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમીના આધારે અલગ અલગ પ્રકારે સ્ટ્રેટર્જી બનાવવામાં આવી હતી.

પ્રાથમિક માહિતીમાં એ લોકો કયા રસ્તે, કેટલા વાગ્યે આવવાના છે. તેવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એટીએસના અલગ અલગ અધિકારી નેતૃત્વમાં અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. દક્ષિણ તરફથી આવતા તમામ રેલવે અને ફ્લાઈટની વિગતો ઉપલબ્ધ કરવામાં આવી હતી અને તે વિગતમાં તમામ ફ્લાઈટસ્‌ અને રેલવેના પેસેન્જરોની લિસ્ટનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું.

આ એનાલિસિસ કરતા એક ટીમને સફળતા મળી છે. આ ૪ લોકોના નામની માહિતી મળી હતી. એક જ પીએનઆરમાં ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઈટ નંબર ૬ ઈ૮૪૫ ના પેસેન્જરના લિસ્ટમાં એ લોકોના નામ મળ્યા હતા. માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હોવાથી અન્ય સિસ્ટર એજન્સીઓની મદદ લઈને કોલંબોથી આ પ્રકારનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.

ત્યાંથી પણ જાણવા મળ્યું કે આ ૪ લોકો એ જ પીએનઆરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના હતા. માહિતીની પૃષ્ઠી થતા અમદાવાદના એટીએસના અધિકારીઓની ટીમ બનાવીને ખાનગીમાં વોચ રાખવામાં આવી હતી. આ ૪ લોકો ૧૯ મી તારીખે સવારે ૩ વાગ્યે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા અને ચેન્નઈથી ઈન્ડિગો ફ્લાઈટ નંબર ૬ ઈ૮૪૫માં રવાના થઈ ૧૯ તારીખે સાંજે લગભગ ૮ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન એટીએસના અધિકારીઓ દ્વારા એરપોર્ટેથી જ આ ૪ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ધરપકડ બાદ તેઓને એટીએસ લાવવામાં આવ્યા ત્યારે તેમની પાસેથી ૨ મોબાઈલ ફોન, તમામ ૪ લોકોના પાસપોર્ટ અને શ્રીલંકા અને ભારતની ચલણી નોટો મળી આવી હતી. આ સાથે જ તેમની સૂટકેસમાં આઈએસઆઈએસની ફ્લેગ પણ મળી આવી હતી. પૂછપરછ દરમિયાનજાણવા મળ્યું કે, આ ૪ લોકો ફેબ્રુઆરી ૨૦૨૪માં મૂળ શ્રીલંકન અને હાલ પાકિસ્તાનમાં રહેતા આઈએસઆઈએસ ના નેતા અબુના સંપર્કમાં આવ્યા હતા.

ત્યારથી લઈને અત્યાર સુધી સોશિયલ મીડિયા મારફતે તેમના સંપર્કમાં રહ્યા હતા. આ બાદ આઈએસઆઈએસની વિચરધારાથી આ સંપૂર્ણપણે ઓળઘોળ થઈ ગયા હતા અને શ્યૂસાઈડ બોમ્બ સુધીની પણ તૈયારી બતાવી હતી. અબુએ ભારતમાં કોઈ પણ કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ સમગ્ર કામગીરી કરવા માટે અબુએ શ્રીલંકન કરન્સીમાં ૪ લાખ પણ આપ્યા હતા.

આ ઉપરાંત, તેમની પાસેથી જે મોબાઈલ ફોન મળી આવ્યા છે તેમાં અનેક પ્રકાર ફોટોઝ અને વીડિયો જોવા મળ્યા છે, જેનાથી કહી શકાય કે તે આઈએસઆઈએસની વિચારધારા માની રહ્યા

હતી અને તેના સક્રિય સભ્ય પણ બની ગયા હતા. જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવતા જ અને મોબાઈલની બારીકાઈ ચકાસણી કરવામાં આવતા ગેલેરીમાં અમુક લોકોશન મળ્યા અને સાથે ફોટો પણ મળ્યા હતા. આ અંગે આ શખ્સોને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, અમદાવાદ નજીક નાના ચિલોડામાં આ લોકેશન પર હથિયાર ભરેલો પોટલો રાખવામાં આવ્યો છે, જે પાકિસ્તાન સ્થિત તેના લીડરે રાખ્યો છે.

ત્યારે લેવા માટે પોટલાનો ફોટો પણ આપવામાં આવ્યો હતો. આ વાત સામે આવતા જ એટીએસની ટીમ દ્વારા આ લોકેશનની તપાસ કરવામાં આવી હતી અને ત્યારે જે રીતે જણાવવામાં આવ્યું હતું તે રીતે પોટલામાં ૩ બટલ પર સ્ટારવાળી પિસ્ટલ મળી આવી હતી અને તેની સાથે ૨૦ કારતુસ પણ મળી આવ્યા છે. આ પિસ્તોલના કાર્તિઝ પર ફાટા લખેલું છે જેનું આખું નામ ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાયબલ એરિયાસ થાય છે, જે પાકિસ્તાનમાં આવેલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.