Western Times News

Gujarati News

ઓનલાઈન ગેમમાં 2.5 લાખ હારી જતાં યુવાને પોતાનાં જ અપહરણનું તરકટ રચ્યું

(એજન્સી)સુરત, સુરતના એક યુવાને પોતાના જ અપહરણ તરકટ રચી પોલીસને દોડાવી હતી. ઓનલાઇન જુગારમાં ૨.૫૦ લાખ રૂપિયા હારી જતાં વેડ રોડના યુવકે પોતાના જ અપહરણનું તરકટ રચી પિતા પાસે ચાર લાખની ખંડણી માગી હતી.

પોલીસે આ યુવકને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો અને ખોટી વિગત રજૂ કરવા બદલ તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

સુરતના ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત રોજ વેડરોડ ખોડિયાર એપા.માં રહેતા મહિપત રાઠોડ પોલીસ મથકમાં આવ્યા હતા. મોટી વયે પણ ઘરનું ગુજરાન ચલાવવા કામ કરતા આ પ્રૌઢે પોલીસ મથકમાં આવ્યા તે સાથે જ રડી પડ્યા હતા અને પોતાના એકના પુત્ર ગૌરવ ઉર્ફે રઘાનું અપહરણ કરી લેવાયાનું જણાવ્યું હતું.

અપહરણકારો તેને મુક્ત કરવા માટે ચાર લાખ રૂપિયા એક એકાઉન્ટમાં જમા કરવાની માંગણી કરી રહ્યા છે. પોતાની પાસે પૂરતા નાણાં પણ નથી અને પોતાના એકના પુત્રને સહીસલામત રીતે ઘરે લાવી આપવાનું કહી આક્રંદ સાથે આજીજી કરી રહ્યા હતા. ઈન્સ્પેક્ટર વી.વી. વાગડિયાએ મામલાની ગંભીરતા પારખી જે નંબરથી ફોન આવી રહ્યો હતો

તે નંબરના લોકેશનથી લઈને તમામ ડિટેઈલ્સ મળી રહે તે માટે સર્વેલન્સ ઉપર મૂકી દેવાની સાથે ઉપરી અધિકારીઓ તથા ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરી હતી. ચોકબજારની ત્રણ ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ સહિત પાંચ ટીમ અપહૃત યુવાનને બચાવવા કામે લાગી હતી. જે નંબરથી ફોન કરવામાં આવતો હતો તે નંબર ભેસ્તાન અને સચિન વચ્ચે જીયાવ-બુડિયા ગામના સરાઉન્ડિંગ વિસ્તારમાં આવતો હતો.

પોલીસની ટીમ અહીં દોડી ગઇ હતી. આશરે બે કલાક ચાલેલા ઓપરેશનને અંતે યુવકને આ વિસ્તારમાંથી સહીસલામત અને એકલો જ શોધી લેવામાં આવ્યો હતો. પોલીસ મથકે લઇ જઇ તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનું અપહરણ થયાનું રટણ ચાલુ રાખ્યું હતું.

જો કે જે નબરથી ફોન આવ્યો હતો તે નંબર આ યુવકે જ પોતાના નામે પંદરેક દિવસ પૂર્વે લીધો હોવાનું અને તેનું અપહરણ કઈ રીતે અને કોણે ક્યાંથી કર્યું તથા તે કઇ રીતે મુક્ત થયો તેને લઈને અનેક વિસંગતતા જણાઈ આવતાં પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.