Western Times News

Gujarati News

ગૌમાંસ અને છરા સાથે ૩ આરોપીઓને ઝડપાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુક પોલીસે મનુબર ગામની સીમ માંથી ગૌમાંસ સાથે ૩ ઈસમોને ઝડપી પાડ્‌યા હતા. જ્યારે એક ગાયનો જીવ બચાવી લીધો હતો.પોલીસે સ્થળ પરથી ૩ ઈસમોને ઝડપી કુલ ૪૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડાએ ગૌમાંસની ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકવા સુચનાઓ આપતા ભરૂચ રૂરલ પોલીસ ઈન્સ્પેકટર પી.ડી.ઝણકાટે સ્ટાફને જરૂરી સૂચના આપી હતી.

આ સમયે તાલુકા પોલીસ પીએસઆઈ ડી.એ.ક્રિશ્ચિયન અને સ્ટાફને મળેલી સૂચના મુજબ પશુ ચિકિત્સક ડોકટર સાથે મનુબર ગામની સીમમાં દેત્રાલ વગામાં અહમદ મુગટની વાડીમાં રેઈડ કરતા ત્રણ ઈસમો ખુલ્લી જગ્યામાં લાઈટના ગોળાના અજવાળે એક ગાયને કતલ કરી છરા ચપ્પા વડે માસના ટુકડા કરતા નજરે પડ્‌યા હતા.

પોલીસે ક્રુરતા એક ગાયને છોડાવી લીધી હતી પોલીસે ગૌમાંસ જોતા પ્રાથમિક દ્રષ્ટીએ જ ગાય હોવાનુ માલુમ પડતા આ કતલ કરેલીગાયની આસપાસ જોતા ગાય કતલ કરવાના ધારદાર હથિયારો તથા અન્ય સાધનો મળી આવેલા તેમજ બાજુમાં આવેલા ખંડેરના જુના મરઘી ફાર્મ હાઉસની ઓથમા આવેલી એક બોરડીના ઝાડના થડ સાથે એક ગાયને ઘાસ ચારો પાણીની સગવડ રાખ્યા વગર કતલ કરવાના ઈરાદે ટુંકા દોરડાથી ફાંસો આવે તે રીતે ક્રુરતા પુર્વક બાંધી રાખી હતી.

પોલીસે સ્થળ પરથી ૩૭૦ કિલો ગૌમાંસનો જરૂરી નમુના લેવડાવી ગૌમાંસનો તથા એક જીવિત ગાયને બચાવી ભરૂચ રામજાનકી આશ્રમ ખાતે મોકલી આપી હતી.

પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા ત્રણ આરોપીઓ તબરીજ મુબારક મુગટ,જફવાન નુરમહોમદ પટેલ અને નિલેષ કિરણભાઈ વસાવાને પાંચ મોટા છરા, ચપ્પા, દોરડું, મોબાઈલ, મોટર સાયકલ સહિત કુલ રૂપિયા ૪૫ હજારના મુદ્દામાલ સાથે અટકાયત કરી પશુ ધાતકીપણા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.