Western Times News

Gujarati News

તમાકુ કંપનીઓની આડકતરી જાહેરાતોથી પ્રભાવિતથી થતાં બાળકોને રોકવા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ફેઇથ ફાઉન્ડેશન દ્વારા ‘World No Tobacco Day’ ની આ વર્ષ ની થીમ “Protecting Children from Tobacco Industry Interference” ના અનુસંધાન માં  બાળકો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

WHO પ્રમાણે વિશ્વ માં દરરોજ ૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦૦ બાળકો ધુમ્રપાન કરતાં શીખે છે એમાં ૫૦% બાળકો એશિયાના હોય છે ધુમ્રપાન શરૂ કરવાના અલગ અલગ કારણો હોય છે જેમાં પીયર પ્રેસર, સ્ટ્રેસ, નકારાત્મક રોલ મોડલ અને તમાકુ કંપનીઓની આડકતરી જાહેરતોથી પ્રભાવિતથી થતાં હોય છે GYTS 2019 અભ્યાસ મુજબ ભારતના વિદ્યાર્થીઓમાં કુલ 8.5% તંબાકુ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે,

જેમાં 9.6% છોકરાઓ અને 7.4% છોકરીઓનો સમાવેશ થાય છે. બાળકોમાં તંબાકુ પ્રોડક્ટસ નો આટલો વપરાસ ચિંતાજનક છે આ જ ચિંતા ના વિષય ને ધ્યાન માં રાખી WHO દ્વારા World No Tobacco day ‘ ની આ વર્ષની થીમ “Protecting Children from tobacco industry interference” રાખેલ છે

 ફેઈથ ફાઉંડેશનના સભ્યો અને વોલ્યન્ટરો દ્વારા તા. 20/05/2024 ના રોજ બાળકો માટે જન જાગૃતિ કાર્યક્રમ કરવામા આવ્યો. જેમાં બાળકો દ્વારા ‘World No Tobacco day” ની આ વર્ષ ની થીમ “Protecting Children from tobacco industry interference” પર નાટ્ય પ્રસ્તુતિ કરવા માં આવી હતી, ત્યાર બાદ ફેઈથ ફાઉંડેશનના સભ્યો દ્વારા બાળકો માં જાગૃતિ લાવવા માટે તંબાકુ ના સેવનથી થતા નુકશાન તથા તે અંગે ના કાયદા જેમકે COTPA 2003ના તમામ section થી તેમણે પોસ્ટર પ્રદર્શન પરિચિત કરવામાં આવ્યા. અંતે બધાએ સાથે મળીને સપથ લીધી કે તેઓ તંબાકુ જેવી હાનિકારક વસ્તુ થી દૂર રહસે અને તેમની આસપાસ ના લોકો ને પણ સ્વસ્થ વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.