Western Times News

Gujarati News

ડિપ્લોમા એડમિશન અંગે અમદાવાદમાં આર.સી. ટેક્નિકલ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાશે

પ્રતિકાત્મક

૨૩મી મેના રોજ યોજાનાર સેમિનારમાં પ્રવેશ ઈચ્છૂક યુવાનો ભાગ લઈ શકશે

આર.સી. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, ઝોનલ માહિતી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે કે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, અમદાવાદની નોડલ સંસ્થા આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા ધોરણ 10 પછીના પ્રથમ વર્ષ

અને સીટુડીમાં બીજા વર્ષના ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનાં ક્રમિક પગથિયાં સમજવા તથા તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે આર.સી.ટી.આઈ, અમદાવાદના તજજ્ઞ અધિકારીઓ દ્વારા ડિપ્લોમા

એડમિશન માર્ગદર્શન સેમીનારનું આયોજન તારીખ 23.05.2024ના રોજ બપોરે 3:00 કલાકે સેમિનાર હોલ, એનેક્ષી બિલ્ડીંગ, આર.સી.ટી.આઈ., અમદાવાદ ખાતે યોજાનાર છે. આ સેમિનારનો વધુમાં વધુ લાભ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓને અનુરોધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.