Western Times News

Gujarati News

ગરમીથી બચવા પોલીસ કર્મીઓને છત્રીનો ઉપયોગ કરવા સુચના

અમદાવાદ, અસહ્ય ગરમી વચ્ચે રસ્તા પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને ગરમીમાં મુસ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેટલીક સુચનાઓ આપવામાં આવી છે.

જેમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાણી , છાશ તથા ઓઆરએસની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન ટ્રાફિક કે અન્ય કામગીરી માટે પોલીસ કર્મચારીઓને બને ત્યાં સુધી વધારે સમય તડકામાં ઉભા ન રહેવા તેમજ છત્રીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.તે સિવાય પોલીસ કર્મચારીઓને સ્પોર્ટ્‌સ કેપનો ઉપયોગ કરવા મંજુરી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.