Western Times News

Gujarati News

વડોદરામાં ગરમી અને હાર્ટએટેકથી 13નાં મોત

(એજન્સી)વડોદરા, વડોદરામાં હીટની સાથે હાર્ટએટેકથી મોતનો સિલસિલો જારી રહ્યો છે. કુલ ૧૩ લોકોએ હાર્ટ એટેકના લીધે જીવ ગુમાવ્યા છે. આ બધા લોકોએ ગભરામણ, ચક્કર સહિતના લક્ષણો બાદ જીવ ગુમાવ્યા છે. વડોદરામાં સોમવારે ગરમીને લગતી માંદગીના લીધે ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે હાર્ટએટેકથી બેના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત ડીહાઇડ્રેશનની તકલીફ અને બેભાન થવાથી બે વ્યક્તિના મોત નીપજ્યા છે.

ખોડિયારનગરમાં ભાથીજી નગરના મુકેશ ચંદ્રને ગરમીના લીધે છેલ્લા ત્રણ દિવસથી તાવની તકલીફ હતી. સોમવારે પણ બેભાન થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમનું ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

કિશનવાડીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરતા ૩૫ વર્ષીય કલ્પેશ સોનીને તાવ, ચક્કર, ઉલ્ટી અને ખેંચ આવતા હોસ્પિટલ લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર પછી મોડી રાત્રે બેભાન થતાં કલ્પેશ સોનીનું નિધન થયું હતું.

પ્રતાપ નગરમાં વૂડાના મકાનમાં રહેતા રાજુભાઈ ચંદુભાઈ પરમાર બેભાન થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને ત્યાં ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ જ રીતે આજવા રોડ પર ૫૬ વર્ષના સરદાર ગુરમીતસિંહ અને પ્રતાપનગર વૂડાના મકાનમાં રહેતા ૪૦ વર્ષીય રાજુ પરમારનું હાર્ટ એટેકના લીધે નિધન થયું હતું. અસહ્ય ગરમીમાં હૃદય રોગના હુમલાના કિસ્સામાં વધારો થયો છે.

છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ હૃદય રોગના હુમલાને કારણે વડોદરા શહેરમાં નવ વ્યક્તિઓ જ્યારે મોગર ગામના એક વ્યક્તિ મળી ૧૦ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. વાઘોડિયા રોડ ઉપર અંબે વિદ્યાલય પાસે વૈકુંઠ સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય નરેન્દ્ર ભાઈ મીરાબાઈ રાઠવા ઘરે બેભાન થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા.

બીજા બનાવમાં ૭૦ વર્ષ હંસાબેન નાયકને તેમના દીકરી અને જમાઈ વારંવાર ફોન કરતાં ફોન ન ઉઠાવતા પડોશીને જાણ કરી હતી. ઘરના દરવાજા બંધ હોય ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢતા તેઓ બેભાન હતાં હોસ્પિટલ લઈ જતા તેમનું શંકાસ્પદ હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું. ડભોઇ રોડ ઉપર જલારામ નગરમાં રહેતા ૫૭ વર્ષ ચેતનભાઇ રાઠવા છાતિમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જતા ત્યાં સારવાર દરમિયાન હાર્ટ અટેકથી મોત થયું.

તરસાલીના શારદા નગરમાં રહેતા ૫૭ વર્ષ કુમાર પાંડે છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમનું મોત થયું હતું. સમતા રોડ ઉપર સૌરભ પાર્ક સોસાયટીમાં રહેતા તરસાલીમાં રહેતા ૩૨ વર્ષીય સંજયભાઈ સોલંકી તેમને ગભરામણ થતાં સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં હૃદય રોગથી તેમનું મોત નીપજ્યું હતું.

વાસણા કોતરિયા ગામમાં રહેતા ૬૭ વર્ષે મગનભાઈ કેશુભાઈ રોહિત એકાએક છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હૃદય રોગથી મોત થયું હતું અને છાણી વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય યુવાનની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.