Western Times News

Gujarati News

ગરમીને કારણે ઘર વિહોણા લોકોને મ્યુનિ. આશ્રયગૃહમાં ખસેડાયા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા ૩૧ આશ્રયગૃહો ૨૪×૭ કાર્યરત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ઝોન/વોર્ડ વિસ્તારમાં આશ્રયગૃહોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ઘર વિહોણા લોકોને આશ્રય આપવામાં આવી રહેલ છે. તમામ આશ્રયગૃહોની કુલ ક્ષમતા ૨૭૨૭ ની સામે હાલમાં અંદાજે ૨૧૦૦ જેટલા ઘરવિહોણા લોકો આશ્રય લઇ રહયા છે.

શહેરમાં હિટ વેવની પરિસ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ધ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ યુ.સી.ડી. વિભાગ ધ્વારા બપોરના સમયે ખાસ ઝુબેશ હાથ ધરી રોડ, ફુટપાથ કે સર્કલ પર રહેતા ઘરવિહોણા લોકોને સમજાવી નજીકના આશ્રયગૃહમાં આશરો આપવામાં આવી રહયા છે.

ઓરેંજ એલર્ટને ધ્યાને લઇ બપોરના સમયગાળા દરમ્યાન શહેરના સાતેય ઝોનમાં કર્મચારીઓની ટીમ બનાવી પોતપોતાના વિસ્તારમાં ડ્રાઇવ કરી ઘર વિહોણા લોકોને નજીકના આશ્રયગૃહમાં ખસેડવામાં આવ્યા છે. વધુમાં ખસેડવવામાં આવતા ઘરવિહોણા લોકો તેમજ આશ્રયગૃહમાં આશ્રય લઇ રહેલ આશ્રીતો માટે આરોગ્ય વિભાગના સહયોગથીઇજી ના પેકેટ પુરા પાડવામાં આવે છે.

દિવસ દરમ્યાન સવારે, બપોરે અને રાત્રી દરમ્યાન યોજાતી ડ્રાઇવમાં રોડ, ફુટપાથ, બ્રીજ કે ખુલ્લી જાહેર જગ્યાએ આશરો લેતા લોકો તેમજ જરૂરિયાતમંદ તમામ લોકોને હિટ વેવની પરિસ્થિતિમાં રાહત મળે તે હેતુથી ઓ.આર.એસ.ના દ્રાવણ તથા પેકેટના વિતરણનુ ખાસ આયોજન યુ.સી.ડી. વિભાગ ધ્વારા કરવામાં આવ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ આશ્રયગૃહોમાં જે તે આશ્રયગૃહોની ક્ષમતા મુજબ આશ્રિતો માટે ટુ-ટાયર બેડ વિથ સ્ટોરેજ, ઓઢવા માટે ધાબળા, ઓશિકા, પીવાના પાણીની સુવિધા, શિયાળાની ઋતુમાં ગરમ પાણીની સુવિધા માટે ગીઝર, રસોઇ બનાવવાના, પીરસવાના તથા જમવાના પુરતા સાધનો, ગેસ જોડાણ, શેલ્ટરની સૌથી નજીકના આંગણવાડી કેન્દ્રો, સરકારી શાળા સાથે જોડાણ, ફાયર સેફટી વિ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

ઉપરાંત આશ્રયગૃહોમાં આશ્રય લેતાં ઘરવિહોણા લોકોનું અ.મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ધ્વારા સમયાંતરે મેડીકલ ચેકઅપ કરાવવામાં આવે છે તથા આશ્રયગૃહમાં રહેતા તમામ ઘરવિહોણા લોકોને અ.મ્યુ. કોર્પોરેશનના ભંડોળમાંથી સ્વ-ખર્ચ પાડી એક ટાઇમ ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ (સાંજનું) ભોજન નિશુલ્ક આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.