Western Times News

Gujarati News

હલધરવાસ ચોકડી નજીકથી બુલેટ ચોર ટોળકી ઝડપાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ પોલીસે વાહન ચોર ટોળકીને પકડી પાડી હલધરવાસ ચોકડી નજીક થી ચોરાયેલા બુલેટ ચોરીનો ભેદ ખોલ્યો છે અને ત્રણ વ્યક્તિઓને પકડી પાડી અન્ય વાહન તોડીના ભેદ કરવા માટે કાર્યવાહી આજ ધરી હોવાનું જાણવા મળે છે.

આ અંગે મળતી માહિતી મુજબ હલધરવાસ ચોકડી નજીક થોડા દિવસ પહેલા એક બુલેટ ની ચોરી થઈ હતી આ બાબતે પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી કઠલાલ પોલીસ સ્ટેશનના પી.આઇ.કે. ડી.ભીમાણી અને તેમની આ વાહન ચોર ટોળકી ને પકડવા માટે કામે લાગી હતી બાતમીદાર દ્વારા બાતમી મળતા કઠલાલ પોલીસે બુલેટ ચોરો ને ઝડપી પાડ્‌યા છે

પોલીસે બાતમી મળતા મહુધા થી કઠલાલ ચોકડી એ વોચ રાખી હતી તે વખતે મહુધા તરફ આવતા બુલેટ ચોરો ને ઝડપી પાડ્‌યા હતા તેમની પૂછપરછ કરતા હરપ્રિતસિંઘ ઉર્ફે પાજી લખવિંદર સિંઘ સંધુ રહેવાસી નડિયાદ તુષાલ ઉર્ફે પટેલ સતિષભાઈ મંગળભાઈ ઠાકોર અને માહીર ઉર્ફે બામટો નઝીરભાઈ વ્હોરા બંને રહેવાસી મહેમદાવાદ હોવાનું બહાર આવ્યું છે

ત્રણ આરોપી ને કોર્ટ મા રજુ કરતા એક દિવસ રિમાન્ડ મળ્યા છે રિમાઇન્ડ દરમિયાન અન્ય ચોરીના ભેદ ખૂલે તેવી શક્યતા છે કઠલાલ પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.