Western Times News

Gujarati News

શેરથા નજીક કારમાંથી દારૂની 1500 બોટલ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક શેરથા પાસેથી પસાર થતી કારને એસએમસીની ટીમે અટકાવી દારૂની ૧પ૦૦ બોટલ સાથે રાજસ્થાની કલીનરને ઝડપી પાડયો હતો. જોકે કારનો ચાલક અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો.

આ અંગે અડાલજ પોલીસ મથકમાં કલીનર પુના રામની રૂ.૧૮.૮૧ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વોન્ટેડ ગણપત તેમજ ગાડીના માલિક જગદીશ બીશ્નોઈની વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરીયાની વિવિધ ટીમ વૈષ્ણવદેવી સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, એક ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અડાલજ સર્કલ તરફથી પસાર થવાની છે. જેના પગલે રસ્તો બંધ કરી ટ્રાફિક જામ કરવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી

ત્યારે કાર અડાલજ સર્કલ તરફથી આવતી જણાતા પોલીસે ડ્રાઈવરને ઉભો રહેવા ઈશારો કર્યો હતો પરંતુ ડ્રાઈવરે પુરપાટ ઝડપે વૈષ્ણોદેવી સર્કલ પાસે પુલની નીચેના ભાગે કાર હંકારી મુકી હતી.

પોલીસે શેરથાગામ તરફ જવાના સિંગલ રસ્તા ઉપર કારનો પીછો કર્યો ત્યારે ટાયર ફાટી જતા ડ્રાઈવરે કાર ઉભી રાખતા ડ્રાઈવર અને કલીનર ઉતરીને ભાગવા લાગ્યા હતા જે પૈકીના કલીનર પુનમારામ સાલુરામ રબારીને (રહે. પહાડપુરા ગામ, તા.જી.સાંચોર રાજસ્થાન) પોલીસે પકડી લીધો હતો જયારે ડ્રાઈવર અંધારાનો લાભ ઉઠાવી નાસી ગયો હતો.

પોલીસે કારની તલાશી લેતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ-બિયરની ૧પ૪પ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પુછતાં કલીનર પુનારામે કબુલાત કરેલી કે હાલમાં ઉનાળાના કારણે ખેતી કામ નહીં હોવાથી ગણપતલાલ બિશ્નોઈને (રહે. બાવરલા ગામ તા.જી.સાંચોર) મળ્યો હતો

જે દારૂની ગાડીઓમાં ડ્રાઈવરનું કામ કરતો હોવાથી તેને કોઈ કામ હોય તો જણાવવા કહ્યું હતું ગઈકાલે ગણપત મળવા આવ્યો હતો જેણે જગદીશ બિશ્નોઈની ફોરચ્યુનર કારમાં દારૂ તેમજ બિયર ભરીને ગુજરાતના અમદાવાદમાં સરખેજ ચોકડી પાસે આપવા જવાનું હોવાનું કહી એક ટ્રીપના ર હજાર આપવાની વાત કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.