Western Times News

Gujarati News

કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં તસ્કરો બેફામ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે તસ્કરો બેફામ બની ગયા છે. શહેરના મેઘાણીનગર એરપોર્ટ વાડજ, વસ્રાપુર, શાહીબાગ, સહિતના વિસ્તારોમાં તસ્કરો ટોળકી તાળકી હતી અને લાખો રૂપિયાની મતાની ચોરી કરી ફરાર થઈ જતા સ્થાનિક પોલીસ અંગે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વધતી જતી ચોરીની ઘટનાઓથી નાગરિકોમાં ફફટાડ ફેલાયો છે, શહેરના સરદારનગર વિસ્તારમાં સિંધુભવનમાં રહેતા ઠાકોરદાસ પરીયાણીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે કે સરદાર નગર વિસ્તારમાં સાંઈશ્રદ્ધા ફલેટમાં મકાન નં ૨માં રહેતા તેમના પુત્રના ઘરના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ઘરમાંથી સોના ચાદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ૨.૧૦ લાખના મત્તાની ચોરી કરી ભાગી ગયા છે ઠાકોરદાસની આ ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરીનો બીજા બનાવ મણીનગર વિસ્તારમા બનીયો હતો મણીનગર વિસ્તારમાં આવેલી દક્ષિણી સોસાયટી નજીક બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણકુમાર દાડચંદ તાજેતરમાં બે દિવસ માટે બહાર ગામ ગયા હતા આ દરમિયાનમાં અજાણ્યા શખ્શોએ બંદ મકાનો ફાયદો ઉઠાવીમકાનુ તાળુ તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂ ૧.૮૦ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે આ અંગે મણિનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ચોરીની ચોકાવનારી ઘટના બની છે  ઠાકોરવાસમાં આવેલા પગીવાસમાં રહેતા પુજાબેન ફરીયાદ નોધાવી છે કે બે દિવસ પહેલા રાત્રીના સમયે પોતાના મકાનની ખુલ્લી જગ્યામાંથી એન્યુમીનીયમની પેટીનો નકુચો તોડી સોના ચાદીના દાગીના તથા અન્ય કિંમતી દસ્તાવેજાની ચોરી થઈ ગઈ છે

પુજાબેન સરદાર તરીકે અમિત બજાજ નામ લખાવ્યુ છે અને તેના સરનામાની ખબર નથી વ†ાપુર પોલીસ સ્ટેશન મદદનીશ પોલીસ સબ ઈ. ધર્મિષ્ઠાબેન આ અંગે સઘન તપાસ ચલાવી રહ્યા છે.

શહેરના શાહીબાગ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરતા શખ્શે ઘરમાંથી કિમતી મુદ્દામાલની ચોરી કરવાની ફરીયાદ નોધાવી છે, શાહીબાગ ગિરધર નગર સોસાયટીમાં રહેતા વિકાસભાઈના ઘરમાં રાજ નામનો શખ્શ ઘરઘાટી તરીકે કામ કરતો હતો અને તેને ઘરમાંથી બે લેપટોપ આઈફોન ત્રણ અન્ય મોબાઈલ ફોન પાવર બેંક સ્પીકર સોનાની ચેનની ચોરી કરી હતી આ ઉપરાત આરોપી વિકાસભાઈનુ સ્કુટર પણ ચોરી કરી ભાગી ચુકયો છે વિકાસભાઈની ફરીયાદથી શાહીબાગ પોલીસ ચાંકી ઉઠી છે. તાત્કાલીક આરોપીની ઝડપી લેવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

શહેરમાં વધતા જતા ચોરીની બનાવથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે આ દરમિયાનમાં શહેરના વાડજ વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના બોપલ વિસ્તારમાં બસંત બહાર બંગ્લોઝમા રહેતા રાજેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ ગઈકાલે કામઅર્થે વાડજ વિસ્તારમા આવેલા રામાપિરના ટેકરા ઉપર બીઆરટીએસ બસ સ્ટેન પાસે ગયા હતા અને પોતાની કાર પાર્ક કરી બહાર ગયા હતા પોતાની કામ પતાવી રાજેશકુમાર પરત ફર્યા ત્યારે ગાડીનો એક કાચ તુટેલો જાવા મળીયો હતો અને કારની પાછળની સીટમાં રોકડ રૂપિયા ૫૨ હજાર તથા કિમતી દસ્તાવેજા ભરેલી બેગ ચોરી થઈ ગયાનુ જણાવ્યુ હતુ.

જેના પરિણામે રાજેશકુમારે બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોચી હતી વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈ. રાજપુત આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા દિવસથી ચોરીની ઘટનાઓ વધવા લાગી છે ત્યારે પોલીસ તંત્ર પણ સક્રિય બનેલુ છે નાઈટ પેટ્રોલીંગ પણ સઘન બનાવામાં આવ્યુ છે

તેમ છતા ચોરીની ઘટનાઓ અવીરતપણે બની રહી છે, અમદાવાદ શહેરમાં ઠેરઠેર ચેકપોઈટો ગોઠવીને રાત્રે દરમિયાન શકમદોની પુછપરછ કરવામા આવી રહી છે આ ઉપરતા દિવસ દરમિાયન વાહન ચેકીગ પણ કરવામા આવે છે.  તેમ છતાં શહેરના અને ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં તસ્કરોની તોળકીઓ આતંક મચાવી રહી છે. કાયદો વ્યવસ્થાની પરી સ્થિતિ જળવાઈ રહી તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કેટલા મહત્વ પૂર્ણ નિર્દેશો પણ આપવામા આવેલા છે. જેના પગલે પોલીસ સખત પેટ્રોલિગ પણ કરી રહી છે  તસ્કરોની ટોળકીઓ આંતકથી નાગરીકોમા ફફટાડ ફેલાયેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.