Western Times News

Gujarati News

આતંકી નુસરત 38 વખત ભારતમાં આવ્યોઃ અમદાવાદના સ્લીપર સેલની તપાસ ચાલુ

સ્થાનિક વ્યક્તિની સાંઠગાંઠ પર એટીએસનો ખુલાસો -ATSની ટીમ ૧૦૦૦થી વધુ સીસીટીવી કૂટેજ પણ ચેક કરશે

(એજન્સી) અમદાવાદ, આંતકીઓ ઝડપાવા અંગે AT‌Sના સુનિલ જોશીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે પોર્ટલ મેઈલ અને સિગ્નલ એપ્લિકેશનની તપાસ શરૂ કરાઇ છે.. તેમણે કહ્યું કે તમામ આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. Four ISIS terrorists are arrested by Gujarat ATS at Ahmedabad airport. Their names are 1. Mohamed Nusrath 2. Mohamed Nafran, 3. Mohamed Faris 4. Mohamed Rasdeen They are from Srilanka and were planning some attacks in India…

નુસરત બે વખત ગોલ્ડ સ્મગલિંગ કેસમાં મુંબઇ એરપોર્ટ પર ઝડપાઇ ચૂક્યો છે. શ્રીલંકામાં પણ તેની સામે મારા મારી અને ડ્રગ્સના કેસ રજીસ્ટર્ડ થયેલા છે. મહોમ્મદ ફારીસ પણ અગાઉ ડ્રગ્સના કેસમાં શ્રીલંકાની પોલીસ દ્વારા અરેસ્ટ કરાયેલો આરોપી છે.

રદદ્દીન ઘરફોડ ચોરીના કેસમાં અરેસ્ટ કરાયેલો આરોપી છે. સાથે સાથે ડ્રગ્સના કેસમાં પણ તે અગાઉ ઝડપાઇ ચૂક્યો છે. નફરાન સામે અત્યાર સુધી કોઇ ગુનો નોંધાયેલો નથી પરંતુ તે ગોલ્ડ સ્મગલિંગ કરતો હોવાનું તેણે કબુલ્યું છે.

આરોપી નુસરત ૨૦૨૨થી ૨૦૨૩ દરમ્યાન ૩૮ વખત ભારત આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેઓ ફ્રેબ્રુઆરીથી હેન્ડલરના સંપર્કમાં આવ્યા હતા. જે બાદની આ તેમની પહેલી ટ્રાવેલ હતી. હાલ તેમની દરેક વિઝિટની તપાસ કરાઇ રહી છે તેઓ આ વિઝિટ દરમ્યાન ક્યાં કયાં રોકાયા ..કોને-કોને મળ્યા તે તમામ વિગતોની તપાસ હાથ ધરાઇ છે.

પાકિસ્તાનના ઈશારે આત્મઘાતી હુમલો કરવા માટે અમદાવાદ આવેલા શ્રીલંકાના ચાર આતંકવાદીઓની ગુજરાત એટીએસની ટીમે એરપોર્ટ પરથી ધરપકડ કર્યા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ ઉભો થયો છે કે આતંકવાદીઓ માટે હથિયાર પ્રોવાઈડ કરનાર અમદાવાદનો સ્લીપર સેલ કોણ છે? આતંકવાદીઓ આવે તે પહેલાં સ્લીપર સેલ દ્વારા ચિલોડા નજીક હથિયાર મુકી દેવાયા હતાં.

હથિયાર મુકનાર સ્લીપર સેલ જો ઝડપાઈ જાય તો ઘણા ભેદ ખુલી શકે છે. હથિયાર મુકનાર ગદારને ઝડપી પાડવા માટે એટીએસની ટીમે ટેકનોલોજીનો સહારો લીધો છે. હથિયાર મૂકવાની જગ્યાથી લઈને ગાંધીનગર, અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોના કુલ એક હજારથી વધુ સીસીટીવી કેમેરાના કૂટેજ ચેક કરવામાં આવશે. આ સાથે એટીએસની ટીમ ગૂગલની મદદ લઈને લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરશે.

ગુજરાત એટીએસની ટીમે ચાર શ્રીલંકન નાગરિક મોહંમદ નુસરત, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસની ધરપકડ એરપોર્ટ પરથી કરી હતી. ચારેય શખ્સો પાસેથી હથિયાર મૂકયા તે સ્થળ, ચિલોડા કેનાલ સહિતની ચાર જગ્યાના ફોટોગ્રાફસ પાકિસ્તાનથી લોકેશન સાથે મોકલવામાં આવ્યા હતા. ચારેય આતંકીઓ અમદાવાદ આવ્યા બાદ ગૂગલ મેપની મદદથી લોકેશન પર પહોંચીને હથિયાર કબજે કરવાના હતાં, જોકે એટીએસની ટીમે તમામની પહેલેથી જ ધરપકડ કરી લીધી હતી.

ધરપકડ બાદ એટીએસની ટીમે હથિયાર કબજે કર્યાં હતા. એટીએસની તપાસ હવે ટેકનિકલ લાઈન ઉપર જઈ રહી છે, કારણ કે હથિયાર મુકનાર સ્લીપર સેલ કોણ તે એક મહત્વનો મુદો બની ગયો છે. એટીએસની ટીમ ગુગલની મદદ લેવાની છે અને અબુએ આતંકીઓને મોકલેલા ફોટોગ્રાફસના લોકેશનના ડેટા માગવાની છે. લોકેશનના ડેટા મળી ગયા બાદ એનાલિસિસ કરીને સ્લીપર સેલ કોણ છે ?

તેને ટ્રેસ કરવાનું આસાન થઈ જાય તેવું એટીએસ માની રહી છે, જયારે હથિયાર મૂક્યાં ત્યારે સ્લીપર સેલે લોકેશનનો ફોટોગ્રાફસ પાડીને પાકિસ્તાનમાં બેઠેલા અબુને મોકલી આપ્યો હતો. ત્યારબાદ અબુએ તે લોકેશન ચાર આતંકીઓને મોકલ્યુ હતું.

ગુગલ લોકેશનનો ડેટા મંગાવીને એટીએસની ટીમ સ્લીપર સેલ સુધી પહોંચી શકે છે. આ સિવાય સીસીટીવીના આધારે પણ સ્લીપર સેલને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ એજન્સીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.