Western Times News

Gujarati News

બાંધકામ શ્રમિકોને અસહ્ય ગરમીને પગલે વિશ્રામનો સમય ફાળવવા સુચના

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ) ,એક્ટ (કન્ડીશન્સ ઓફ સર્વીસ૧૯૯૬ હેઠળની બાંધકામ સાઇટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાંધકામ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે જરૂરી છે.

આ હેતુસર બપોરે ૧ઃ૦૦ થી ૪ઃ૦૦ના સમયગાળા દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃતિ કરાવનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાકટર્સ વગેરેને બાંધકામ પ્રવૃતિ સાથે સંકળાયેલ શ્રમયોગીને આગામી એપ્રિલ-૨૦૨૪ તથા જૂન-૨૦૨૪ સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ/વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવે છે.

ઉપરાંત આ પ્રકારે ફાળવેલ વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો- ૨૦૦૩ના નિયમ-૫૦(૨) મુજબનો વિશ્રામ નો સમય ગણવાનો રહેશે. તેમજ નિયમ-૫૦(૩) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતાં વધે નહી તેનું ધ્યાન રાખવા આથી સૂચના આપવામાં આવેલ છે.

ગરમીના કારણે ૨૦૦ જેટલા ચામાચિડીયાના મોત
ગરમીના કારણે માત્ર માણસો જ નહીં પરંતુ જીવસૃષ્ટિના પશુ-પક્ષીઓ પણ પરેશાન છે. દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામમાં ગરમીના કારણે વડના ઝાડ પરથી પડીને ૨૦૦ જેટલા ચામાચિડીયાના મોત થયા હોવાના અહેવાલ છે.

જાણવા મળી રહ્યું છે કે એક એક કરીને ટપોટપ ચામાચિડીયા નીચે પટકાઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં અમદાવાદના પશુ પ્રેમીઓએ પણ દહેગામ ફાયર બ્રિગેડની મદદથી વડના વૃક્ષો પર પાણીનો છંટકાવ કર્યો હતો જેથી અન્ય ચામાચીડિયાને ગરમીથી રાહત મળી શકે. છેલ્લા બે દિવસમાં ગરમીના કારણે હિલોલ ગામની સીમમાં આવેલા વૃક્ષ પરથી ૨૦૦ જેટલા ચામાચિડીયા પડી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.