Western Times News

Gujarati News

ભરૂચ SOG પોલીસે ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ અને અંકલેશ્વરમાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો

(વિરલ રાણા, પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એસઓજી પોલીસે ભરૂચ શહેર અને અંકલેશ્વર શહેર માંથી વાહનો માં લઈ જવાતા શંકાસ્પદ ભંગારના જથ્થાના કુલ ચાર કેસો શોધી કાઢ્યા હતા અને ચારેય વાહનોના ડ્રાઈવર સામે ગુનો નોંધી ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગતથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે એસઓજી પોલીસના પી.આઈ એ.એ.ચૌધરી નાઓએ પોતાની ટીમોને કાર્યરત કરતા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ભરૂચ શહેર,અંકલેશ્વર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન અલગ અલગ બાતમી આધારે ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પીકપ ટેમ્પો નંબર જીજે ૦૫ બીટી ૮૬૩૬ માં વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગારનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે

જેના આધારે તેને રોકી તલાશી લેતા તેમાં ૬૯૦ કિલો જેની કિ.રૂ.૨૪,૧૫૦ તથા પીકપ ટેમ્પો કી.રૂ-૨,૦૦,૦૦૦ મળી કુલ રુપિયા-૨,૨૪,૧૫૦ ના મુદામાલ સાથે ડ્રાઈવર અમિતકુમાર શ્યામબલી વર્મા રહે, પ્લોટ નંબર.૧૩૩, ફેજ-૨, સફારી કંસ્ટ્રકશન ઓફિસની બાજુમાં ભરૂચનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.તેવી જ રીતે ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં

પેટ્રોલીંગ દરમ્યાન આયશર ટેમ્પો નંબર જીજે ૧૬ એક્સ ૬૦૪૦ માં પણ વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર ૩૭૯૦ કિલો જેની કિ.રૂ.૧,૩૨,૬૫૦ તથા આયશર ટેમ્પોની કી.રૂ-૩,૦૦,૦૦૦ મળી કુલ રુપિયા ૪,૩૨,૬૫૦ ના મુદામાલ સાથે ડ્રાઈવર હાસીન યાકુબ કરોડીયા રહે, નુરનગર, ઉમરવાડાગામ, તા.અંકલેશ્વર, જી.ભરૂચનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્રીજા બનાવમાં ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન છોટા હાથી નંબ જીજે ૧૬ ડબલ્યુ ૫૭૮૧ માં પણ વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર ૩૧૦ કિલો જેની કિ.રૂ.૧૦,૮૫૦ તથા છોટા હાથી કી.રૂ-૨,૦૦,૦૦૦ મળી કુલ રુપિયા-૨,૧૦,૮૫૦ ના મુદામાલ સાથે ડ્રાઈવર લાડુલાલ તેજમલજી કુંપાવત રહે,હલદરવા, પીપડા ફળીયુ,તા.જી.ભરૂચનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ચોથા બનાવમાં અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પીકઅપ ગાડી નંબર જીજે ૧૬ એવી ૬૩૯૧ માં વગર બીલ-બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો ભંગાર ૨૨૯૦ કિ.ગ્રાની કિંમત રૂ.૬૮,૭૦૦ તેમજ પીકઅપ ગાડીની આશરે કિમંત ૫,૦૦,૦૦૦ મળી કુલ રુપિયા ૫,૬૮,૭૦૦ ના મુદામાલ સાથે ડ્રાઈવર ચંદ્રશેખર માનસિંગ જાતે વર્મા રહે.મ.નં.એ-૬૦ જનતાનગર, ઓ.એન.જી.સી,કોલોની પાસે,ગડખોલ, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ મુળ રહે.મનગાંવ, તા.કિસની, થાના મેનપુરી, જી.ઈટાવા, ઉત્તર પ્રદેશનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભરૂચ એસઓજી પોલીસ ઝડપી પાડેલા ચારેય શંકાસ્પદ ભંગારના જથ્થા બાબતે તેઓ પાસે મુદ્દામાલનુ ખરીદ બીલ કે આધાર પુરાવા બાબતે પુછતા તેઓએ સંતોષકારક જવાબ આપેલ નહિ અને સદર મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાઈ આવતા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ઈસમોને સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.