Western Times News

Gujarati News

ભરૂચ એલ.સી.બી એ રાણીપુરાના વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડયો

ભરૂચ: પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામાં તા.૨૮/૧૨/૨૦૧૯ ના કલાક ૨૩/૦૦ થી તા.૨૯/૧૨/૨૦૧૯ ના કલાક ૦૫/૦૦ સુધી કોમ્બીંગ નાઈટ રાખવામાં આવેલ હતી જેના અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઈ પી.એસ.બરંડા તથા એ.એસ.ચૌહાણ નાઓએ પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા પોલીસ માણસોની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

કોમ્બીંગ નાઈટ દરમ્યાન રાત્રીના એલ.સી.બી ના માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો દિલીપભાઈ ચંદુભાઈ નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ના  ગુ.ર.નં-I/ ૪૭૮/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬પ-એ,ઈ, ૯૮(ર), ૮૧ મુજબના ગુનાના કામનો નાસતો-ફરતો આરોપી સુરેશભાઈ કારીયાભાઈ વસાવા રહે.રાણીપુરા,વસાવા ફળીયુ,તા.ઝઘડીયા, જી.ભરૂચ નાઓ પોતાના ઘરે હાજર છે જે મળેલ હકિકત આધારે એલ.સી.બી ની ટીમના પોલીસ માણસોએ ઉપરોક્ત ગુનાના કામે નાસતા-ફરતા આરોપી સુરેશભાઈ કારીયાભાઈ વસાવા રહે.રાણીપુરા,વસાવા ફળીયુ,તા.ઝઘડીયા,જી.ભરૂચ નાઓ ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ઝઘડીયા પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવેલ છે અને વધુ કાર્યવાહી અર્થે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન માં જાણ કરવામાં આવેલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.