Western Times News

Gujarati News

શામળાજી બસસ્ટેન્ડ નજીક યમદૂત રૂપી ટ્રક-કન્ટેનર પલટ્યું

હાઈવે પર આવેલ દુકાનો દટાઈ  કન્ટેનર નીચે કચડાતા  ૨ ના મોત      

શનિવારે અરવલ્લી જીલ્લામાં યમદૂતે પડાવ નાખ્યો હોય તેમ ત્રણ ગમખ્વાર અક્સમાતની ઘટનામાં ૫ થી વધુ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી બસ સ્ટેન્ડ નજીક કેબીન બનાવી ધંધો કરતા ધંધાર્થીઓ અને રાહદારીઓ માટે શનિવારની સાંજ ગોઝારી નીવડી હતી રાજસ્થાન તરફથી આવતું ૧૬ ટાયર વાળું ટ્રક-કન્ટેનરનું ટાયર ફાટતા શામળાજી બસ સ્ટેન્ડ નજીક પલટી જતા હાઈવે નજીક આવેલ ૬ જેટલા કેબીન અને દુકાનો પર ફરી વળતા દબાઈ જતા કેબીન ધારકો અને રાહદારીઓ દટાતા ભારે ચકચાર મચી હતી સ્થાનિકોએ બે  મૃતદેહ બહાર કાઢ્યા હતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી

પરંતુ ક્રેનના અભાવે ટ્રક-કન્ટેનર હટાવવાનું મુશ્કેલ હોવાથી નિઃસહાય બન્યા હતા મોડાસાથી ક્રેન બોલાવવા તજવીજ હાથધરી હતી અકસ્માતના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,    શામળાજી બસસ્ટેન્ડ નજીક રાજસ્થાન તરફથી પુરઝડપે આવતું ૧૬ ટાયર વાળા ટ્રક-કન્ટેનરનું ટાયર ફાટતા ચાલકે ટ્રક-કન્ટેનર પરથી કાબુ ગુમાવતા ભારે ભરખમ કન્ટેનર પલ્ટી ખાઈ રોડ નજીક આવેલ કેબીન (દુકાનો) પર ખાબકતા કેબીન દટાતા જોરદાર ધડાકો અને પછી કાળજા ચીરી નાખે તેવી વેદનાસભર ચિચારીઓ થતા સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો

વેદનાસભર ચિચારીઓ પણ બંધ થઇ જતા ધડાકાભેર અવાજ સાંભળી દોડી ગયેલા લોકોના પણ શ્વાસ થંભી ગયા હતા સ્થાનિકોએ ટ્રક-કન્ટેનર નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત આદરતા બે મૃતદેહ હાથલાગતાં સ્થાનિકો શોક્ગ્રસ્ત બન્યા હતા ૬ જેટલી કેબીન અને અન્ય રાહદારીઓ પણ દટાયા હોવાની અને મૃત્યુ આંક વધે તેવી આશંકા સ્થાનિકોએ દર્શાવી હતી સદનસીબે અકસ્માત સ્થળે ક્રેન પહોંચી ટ્રક-કન્ટેનર હટાવતા અન્ય કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બનતા શામળાજીના ગ્રામજનોએ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતમાં મીત સંજયભાઈ કટારા( ઉં.વર્ષ-૭) અને સુરેશભાઈ દાનજીભાઈ અસોડા (ઉં.વર્ષ-૪૬) નું ટ્રક-કન્ટેનર નીચે દટાઈ જતા મોત નિપજતા હાહાકાર મચ્યો હતો

શામળાજી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી ટ્રક-કન્ટેનર હેવી હોવાથી હટાવવું મુશ્કેલ જણાતા મોડાસાથી ક્રેન બોલાવવાની ફરજ પડી હતી અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાતા ૨ કલાકથી વધુનો સમય થવા છતાં ક્રેન ન પહોંચતા સ્થાનિકોએ આક્રોશ સાથે હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો શામળાજી પોલીસે ચક્કાજામ દૂર કરાવ્યો હતો શામળાજી પોલીસે સંજયભાઈ ધનજીભાઈ કટારાની ફરિયાદના આધારે ટ્રક-કન્ટેનર ચાલક રામરાજ બરદારામ મીણા (રહે,શિવગઢ, રાજ) વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.