Western Times News

Gujarati News

કંબોડિયાના જંગલોમાં ગર્જના કરશે ભારતીય વાઘ

Nagarahole tiger reserve forest, Kabini, Karnataka, India.

નવી દિલ્હી, કંબોડિયાના જંગલોમાં વાઘને ફરીથી દાખલ કરવામાં મદદ કરવા માટે ભારત નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં ચાર વાઘ મોકલી શકે છે.

સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી. ભારતે નવેમ્બર ૨૦૨૨ માં વિશ્વના પ્રથમ આંતરરાષ્ટ્રીય વાઘ પુનઃપ્રવેશ પ્રોજેક્ટ માટે કંબોડિયા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

કંબોડિયાના નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના અધિકારીઓ અને કંબોડિયામાં ભારતીય રાજદૂત દેવયાની ખોબ્રાગડેએ થોડા દિવસો પહેલા એક ઓનલાઈન મીટિંગમાં ભાગ લીધો હતો અને નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં ચાર વાઘ કંબોડિયા મોકલવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી.

જોકે, એક સૂત્રએ જણાવ્યું કે આખરી નિર્ણય લેવાનો બાકી છે.એનટીસીએના સભ્ય સચિવ ગોવિંદ સાગર ભારદ્વાજે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ‘પ્રસ્તાવને લઈને કંબોડિયન સત્તાવાળાઓ સાથે સતત વાતચીત ચાલી રહી છે.

એનટીસીએએ તેમને વિગતવાર એક્શન પ્લાન મોકલવા વિનંતી કરી છે. તેની તપાસ કરીને ટેકનિકલ કમિટી સમક્ષ મૂકવામાં આવશે.તેમણે કહ્યું કે ટેકનિકલ કમિટીની ભલામણોના આધારે ઓથોરિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

અન્ય એક સ્ત્રોતે જણાવ્યું હતું કે આ યોજના ભારતના પશ્ચિમ ઘાટથી કંબોડિયાના દક્ષિણ-પશ્ચિમ પ્રદેશમાં કાર્ડાેમોમ હિલ્સ પર ચાર વાઘ, એક નર અને ત્રણ માદાને પરિવહન કરવાની છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ અનુસાર, કંબોડિયાના સંરક્ષણવાદીઓએ ૨૦૧૬માં વાઘને ‘કાર્યાત્મક રીતે લુપ્ત’ જાહેર કર્યા હતા.

વાઘ છેલ્લે ૨૦૦૭માં જોવા મળ્યો હતોકંબોડિયાનો છેલ્લો વાઘ ૨૦૦૭માં પૂર્વીય પ્રાંત મોન્ડુલકિરીમાં કેમેરા ટ્રેપમાં જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૭ માં, કંબોડિયન સરકારે ઉઉહ્લ ની મદદથી દેશમાં વાઘને ફરીથી રજૂ કરવાની યોજના જાહેર કરી.

શિકાર, રહેઠાણની ખોટ અને અન્ય પરિબળોને કારણે કંબોડિયાએ તેના તમામ વાઘ ગુમાવ્યા. સૂત્રએ જણાવ્યું હતું કે ભારત એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે આ માટે જવાબદાર તમામ પરિબળો પર ધ્યાન આપવામાં આવે અને વાઘના પુનઃ પ્રવેશ માટે પરિસ્થિતિઓ અનુકૂળ હોય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.